July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી ખાતે આવે સમર્પણ જ્ઞાન સ્‍કૂલના પ્રાંગણમાં 9મી ઓક્‍ટોબરને બુધવારના રોજ લાયંસ ક્‍લબ ઓફ વાપી તરંગીની અને સમર્પણ જ્ઞાન સ્‍કૂલના સંયુક્‍ત ઉપક્રમે નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા રમવાનું આયોજન કરાયું હતું. જેમાં શાળા પરિવારે હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. આ ખાસ અવસરે પ્રાર્થના દરમિયાન નવરાત્રીની ઉજવણી અને માઁ ભગવતી વિશે રોચક તથ્‍યો વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્‍યાહતા. આ કાર્યક્રમમાં સ્‍કૂલ ફાઉન્‍ડર ટ્રસ્‍ટી લાયન મુકેશ પટેલ, સ્‍કૂલ ચએઅર પર્સન લાયન હિના પટેલ અને લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી તરંગીનીના લાયન મેમ્‍બરો રહ્યા હતા. માઁ આદ્યશક્‍તિની પૂજા આરતી કરી ગરબા રસીયાઓએ ઉલ્લાસભેર ગરવા રમી સમસ્‍ત શાળા પરિસરને જીવંત બનાવી દીધું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરંપરાગત પોશાક પહેરી સુંદર ગરબા નૃત્‍ય કરી રમઝટ જમાવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કરવા સુંદર વેશભુષા અને સુંદર ગરબા નૃત્‍ય માટે પ્રમાણપત્ર અને ભેટ ઉપવામાં આવી હતી.

Related posts

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

યુઆઈએના પ્રમુખ તરીકે નરેશ બંથીયાની વરણી

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

તા.૨૨મીએ વલસાડ જિલ્લા સંકલન સમિતિની બેઠક મળશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

Leave a Comment