(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વાપી, તા.16: જૂનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (જેસીઆઈ) નવસારી દ્વારા તા. 9મી સપ્ટેમ્બરથી 1પમી સપ્ટેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો સાથે જેસીઆઈ વિકનીઉજવણી કરવામાં આવી હતી.
જેસીઆઈ વીક ઉજવણીના પ્રથમ દિવસે 9 સપ્ટેમ્બરે બે કાર્યક્રમો યોજાયા. હતા. જેમાં કળષ્ણપુર પ્રાથમિક શાળામાં હેલ્થ અને આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરાલી મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ તેમજ અક્ષર વિઝન અરેના સહભાગી બન્યા હતા. જેમાં 500 થી વધુ દર્દીઓએ ભાગ લીધો હતો. જ્યારે એનએફસી સેવા સંકુલ વૃદ્ધાશ્રમના વડીલો માટે મેડિટેશન રાખવામાં આવ્યું હતું જેમાં હાર્ટફુલનેસ મેડિટેશન ટ્રેનર ઉમેશ પારેખ રહ્યા હતા. 25 જેટલા વૃદ્ધોઓ ભાગ લીધો હતો.10મી સપ્ટેમ્બરે ‘પાણી બચાવો’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી બસ ડેપો, જૂનાથાણા કોર્ટ, આશાપુરી મંદિર, નવાગામ સ્વામિનારાયણ મંદિર ખાતે પાણી બચાવોના સંદેશો આપતા સ્ટીકર તેમજ બેનર લગાડીને જાગૃતતા ફેલાવવામાં આવી હતી. 11મી સપ્ટેમ્બરે નવસારીની ગોહિલ હોસ્પિટલ ખાતે ચાલી રહેલ એ ટુ ઝેડ નર્સિંગ કોલેજમાં નાર્કોટિક્સ અવેરનેસ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઇ દીપિકા ચૌધરી દ્વારા નશામુક્તિ જાગૃતતા સેશન લેવામાં આવ્યું હતું. જેનો 150 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. નવસારીના બાલાજી પાર્કમાં તેમજ ગોહિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ પણકરવામાં આવ્યું હતું. 12મી સપ્ટેમ્બરે આરક સિસોદ્રા પ્રાથમિક શાળામાં ભોજન દાન કરવામાં આવ્યું હતું. જેમાં સમોસા, જલેબી, ખમણ તેમજ બિસ્કીટ્સ ના પેકેટ્સ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. 110 જેટલા જેટલા બાળકોના ચહેરા પર હાસ્ય લાવવા જેસીઆઈ નવસારી સફળ રહી હતી. 13 સપ્ટેમ્બર બિઝનેસ ટૂ બિઝનેસમાં જેસીઆઈ નવસારીના જેકોમના સભ્યો જોડાયા હતા. સ્પેશ્યલ ઓફરોનો લાભ લેવા વિનંતી કરવામાં આવી હતી. તેમજ લોકલ વ્યાપારીઓ પાસેથી ઘર સામગ્રીની ખરીદી કરી નાના વેપારીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. 14મી સપ્ટેમ્બર સાઇલન્ટ વર્કરનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિરાવળના સ્મશાનગૃહમાં સેવા આપતા 12 કર્મચારીઓને શાલ તેમજ મીઠાઈ પેકેટ્સ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સ્મશાનભૂમિ સંસ્થાના મંત્રી શૈલેષભાઈ માલી તેમજ મેનેજર હાજર રહી જેસીઆઇના કાર્યને બિરદાવ્યું હતું. 15મી સપ્ટેમ્બર જેસીઆઈ સપ્તાહ વીક રેકોગનાઈઝ બેટર હાફ તેમજ ગેટ ટુ ગેધર સાથે ઉજવણી કરવામાં કરવામાં આવી હતી. જેસીઆઇ નવસારી પરિવારના પતિ પત્નીની જોડી પોતાના બેટર હાફ કઈ રીતે સપોર્ટ કરે છે એની વાતો જેસીઆઇ નવસારી પરિવાર સાથે શેર કરી હતી. મેળાવડામાં મોટી સંખ્યામાં જેસીઆઇ પરિવાર જોડાયો હતો.મનોરંજન માટે કરાઉ દ્વારા પોતાના મનપસંદ ગીતો પણ ગાયાં હતા. સાથે ભોજન લઈ એકબીજાને શુભેચ્છાઓ આપી સૌ છુટા પડી જેસીઆઇની દિવાળી મનાતા જેસીઆઇ વિકની પૂર્ણાહુતી કરી હતી. જેસીઆઇ વિકની સફળતા માટે પ્રમુખ હાર્દિકભાઈ પટેલે એલજીબી ટીમનો આભાર માન્યો હતો.