January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશ-છત્તીસગઢમાં ભગવો લહેરાતા વાપી-વલસાડમાં વિજયોત્‍સવની ભવ્‍ય ઉજવણી

કાર્યકરોએ મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી વિજયના વધામણા કર્યા

લોકસભા ચૂંટણીનું ટ્રેલર છે : હેમંત કંસારા

(વર્તમાન પ્રવાહ વાપીબ્‍યુરો)
વાપી, તા.03: આજે રવિવારે સમગ્ર દેશની નજર પાંચ રાજ્‍યમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાના હતા. તેથી સવારથી જ વલસાડ જિલ્લામાં ઉત્‍કૃષ્‍ઠા છવાયેલી હતી. જેમ જેમ પરિણામોની ગણતરી આગળ ધપતી હતી, જેમાં રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો અંતે કેસરીયો લહેરાયો હતો. તેથી વલસાડ-વાપીમાં ભાજપ કાર્યકરોએ દબદબા પૂર્વક વિજયોત્‍સવ મનાવ્‍યો હતો.
વલસાડ ભાજપ કાર્યાલય કમલમ્‌માં જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની આગેવાની હેઠળ બપોરે 3 કલાકે ભાજપે વિજયોત્‍સવ મનાવ્‍યો હતો. ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી કાર્યકરો ઝુમી ઉઠયા હતા તેમજ એકબીજાને મોં મીઠું કરાવ્‍યું હતું. વિજયોત્‍સવમાં ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ, જિ.પં. પ્રમુખ મનહર પટેલ, મહામંત્રી કમલેશ પટેલ અને વિશાળ સંખ્‍યામાં ભાજપ કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. બીજી તરફ આજ સમયે વાપીમાં પણ ભાજપના વિજયોત્‍સવની ઉજવણી સરદાર ચોક અને ગુંજનમાં કરવામાં આવી હતી. વાપી ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, નોટિફાઈ પ્રમુખ હેમંતભાઈ પટેલ, કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, ઉદ્યોગ સેલના પ્રમુખ મહેશભાઈ ભટ્ટ અને પદાધિકારીઓ બન્ને સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્‍યું હતું કે, આ 2024 લોકસભા ચૂંટણીનું ટ્રેલર છે.

Related posts

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ / નિગમના ખાનગીકરણ માટે હવે ગણાતા દિવસો : ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment