October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રુમ ઝુમ રથડો આવ્‍યો માઁ ખોડલનોઃ ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવમાં આઠમા નોરતે માઁ ખોડલના વધામણા

આઠમા નોરતે માઁ ખોડલની મહાઆરતી કરવામાં આવી

માતાજીના સ્‍વરૂપમાં સજ્જ થયેલી દીકરીઓ રથમાં બિરાજીઃ આતશબાજીથી અલૌકિક અને અદભુત દ્રશ્‍યો સર્જાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
રાજકોટ, તા.11: શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા ગુજરાતભરમાં કૂલ 37 જગ્‍યાએ નવરાત્રિ મહોત્‍સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજકોટ શહેરના ચાર અલગ અલગ ઝોનમાં ભવ્‍યાતિભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવ ચાલી રહ્યો છે. જેમાં દરરોજ હજારો ખેલૈયાઓ ગરબે ઘુમીને મા ખોડલની આરાધના કરી રહ્યા છે. ત્‍યારે તારીખ 10 ઓક્‍ટોબરના રોજ આઠમના નોરતે ચારેય ઝોનના નવરાત્રિ મહોત્‍સવમાં માઁ ખોડલની મહાઆરતીનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું અને સાત દીકરીઓ માતાજીના વેશમાં પધારતા અદભુત અને અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.
રાજકોટ શહેરમાં આયોજિત શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ- નોર્થ ઝોનમાં આઠમના દિવસે માઁ ખોડલની મહાઆરતી સાથે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં માઁ ખોડલ સહિત સાતેય બહેનોના વેશ ધારણ કરીને સાતેય દીકરીઓને રથમાં બેસાડીને ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. માતાજીનાસ્‍વાગત માટે ખાસ નાસિક ઢોલની ટીમ દ્વારા ઢોલ અને ત્રાસા વગાડીને માતાજીના વધામણા કરવામાં આવ્‍યા હતા. સાતેય માતાજી રથમાં બિરાજમાન થઈને સ્‍ટેજ સુધી પહોંચ્‍યા હતા અને ત્‍યારબાદ આતશબાજી કરવામાં આવી હતી. આમ સમગ્ર મેદાનમાં ભક્‍તિમય વાતાવરણ ઉભું કરવામાં આવ્‍યું હતું.
આ તરફ શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ-વેસ્‍ટ ઝોનમાં પણ આઠમ નિમિત્તે મા ખોડલની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સાથે જ સુશોભિત રથમાં માતાજીના વેશમાં સાતેય દીકરીઓ બિરાજમાન થઈને સ્‍ટેજ સુધી પહોંચી હતી અને ભવ્‍ય આતશબાજી કરતાં અલૌકિક અવકાશી નજારો જોવા મળ્‍યો હતો.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ- ઈસ્‍ટ ઝોનમાં પણ આઠમા નોરતે માતાજીની મહાઆરતીનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ શણગારેલા રથમાં માતાજીના સ્‍વરૂપમાં સજ્જ થયેલી સાતેય દીકરીઓ બિરાજી ગ્રાઉન્‍ડમાં સૌને દર્શન આપ્‍યા હતા. ભવ્‍ય આતશબાજી સાથે આ રથ સમગ્ર ગ્રાઉન્‍ડમાં ફર્યો હતો અને ભગવા ધ્‍વજ લહેરાવી ખેલૈયાઓએ માતાજીના વધામણા કર્યા હતા.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્‍સવ- સાઉથ ઝોનમાં પણ આઠમા નોરતે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી અને ત્‍યારબાદ ખેલૈયાઓ દેશભક્‍તિની થીમ પર ગરબે રમી માતાજીની આરાધનાની સાથે સાથે દેશભક્‍તિ પણઉજાગર કરી હતી.
—-

Related posts

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

ચીખલીના વંકાલમાં માટી ખનનના ઈરાદે તળાવની પાળ તોડી નાંખતા પૂર્વ સરપંચે ટીડીઓ સહિત કલેક્‍ટરને આવેદન આપી તપાસની કરેલી માંગ

vartmanpravah

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

Leave a Comment