October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલીના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સેલવાસ ન.પા. કાઉન્સિલર સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.૦૬ : દાદરા નગર હવેલીના સાયલી ગામના ઢીંઢાપાડાના માસુમ બાળકની નિર્મમ હત્યા કરનાર આરોપીઓને પોલીસ ­શાસન દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરી તાત્કાલિક ધોરણે સખ્ત અને કડકમાં કડક સજા કરવા માટેની માંગ સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે કલેક્ટર અને ઍસ.પી.ને રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાયલી ઢીંઢાપાડા ગામના શ્રી ચૈતાભાઈ ગણેશભાઈ કોલાના ૯ વર્ષના માસુમ બાળકની ખુબ જ બેરહેમી અને ક્રુરતાથી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આવી જઘન્ય ઘટના ­દેશના આદિવાસી સમાજ અને ખાસ કરીને વારલી સમાજમાં ક્યારેય પણ બનેલ નથી, અને ૯ વર્ષિય બાળકની જે રીતે શરીરના અîગો પણ છુટા પડી ગયેલ ઍવી ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ બનાવને લઈને સમસ્ત આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપેલો છે. ત્યારે આવા જઘન્ય ક્રુરતા આચરનારાઓને પોલીસ પ્રશાસન દ્વારા ફાસ્ટટ્રેક કોર્ટમાં ઢસડી કડકમાં કડકમાં સજા કરવામાં આવે ઍ માટે સેલવાસ નગરપાલિકાના કાઉન્સિલર શ્રી સુમનભાઈ પટેલે ઘટનાને ખુબ જ ગંભીરતાથી લઈને ભોગ બનનાર બાળકના પરિવારને તાત્કાલિક ન્યાય મળે ઍવી માંગ દાનહ જિલ્લા કલેક્ટર અને ઍસ.પી. સમક્ષ કરી છે.
મળેલ માહિતી મુજબ હત્યાના આરોપીઓની પોલીસને ધરપકડ કરવામાં સફળતા મળી છે જે ખુબ જ સરાહનીય હોવાનું પણ શ્રી સુમનભાઈ પટેલે જણાવ્યું હતું.

Related posts

લાયન્‍સ કલબ પારડી પર્લના સેવાકીય કાર્યમાં એક નવું છોગુ ઉમેરતા પ્રેસિડન્‍ટ મોહમ્‍મદ નલવાલા અને તેમની ટીમ

vartmanpravah

દાનહ-બેડપા ગામના યુવાનોએ ખરાબ રસ્‍તાને જાતે જ રીપેરીંગ કર્યો

vartmanpravah

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી સાથે પ્રદેશના વિવિધ મહત્‍વના મુદ્દાઓની કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

વાપી નવા રેલવે પુલના મુખ્‍ય બિમ્‍બમાં કોટિંગ વગરના સળીયા વાપરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment