(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં નવરાત્રી મહોત્સવની તારીખ 10/10/2024 ગુરુવારના રોજ કોલેજના વિદ્યાર્થીઓએઆનંદ અને ઉત્સાહભેર નવરાત્રી મહોત્સવની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ટ્રેડીશનલ ડ્રેસમાં ઢોલના તાલે માતાજીના ગરબે ઘૂમ્યા હતા. તેમજ બેસ્ટ ટ્રેડીશનલ ડ્રેસ, બેસ્ટ સ્ટેપ અને એક્શન જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીના આ પવન પર્વ નિમિતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજીએ જણાવ્યું કે નવરાત્રી એ હિન્દુઓનો પવિત્ર તહેવાર છે, જે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના નવ રાત અને દસ દિવસ દરમ્યાન ‘‘માં અંબા, માં બહુચરા અને માં મહાકાળી” જેવી મહાશક્તિશાળી માતાઓના નવ સ્વરૂપોની વ્રત, પૂજા, આરાધના, યજ્ઞો અને રાત્રે રસ-ગરબા ગાવાનું ઘણું મહત્વ છે. આ ઉપરાંત દસમો દિવસ વિજયા દશમી અને પછી પંદરમો શરદપૂર્ણિમાના દિવસે પણ ગરબા ગાવામાં આવે છે.
આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ તેમજ કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમનું આયોજન કો-ઓર્ડીનેટર આસિસ્ટન્ટ પ્રોફેસર વિધિ પટેલ અને શ્રીમતી જ્યોતિ યુ. પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાનો મુખ્ય હેતુભારતીય સંસ્કળતિ વિશે સમજ અને જ્ઞાન આપવાનું અને તહેવારોનું મહત્વ શું છે? અને તે શા માટે ઉજવવામાં આવે છે તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવાની હતી. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.અનુરાધા પી. પ્રજાપતિ અને દિવ્યા પરમાર હતા. જેમાં બેસ્ટ ડ્રેસ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓમાં ખુશી વાઘેલા પ્રથમ ક્રમે, હિરેન બારિયા બીજા ક્રમે, સિધ્ધિ દેસાઈ ત્રીજા ક્રમે રહ્યા હતા. બેસ્ટ સ્ટેપ અને એક્શનમાં પ્રથમ ક્રમે પટેલ ભક્તિ, બીજા ક્રમે હિરેન બારિયા, ત્રીજા ક્રમે પિયુષ આઉટે તેમજ એમ.ફર્મમાંથી ક્વોલેટી એસ્યુરન્સ ડીપાર્ટમેન્ટમાંથી ભૂમિકા રોહિત અને ફાર્માસ્યુટિકસ ડીપાર્ટમેન્ટમાંથી નિશા ગાંધી વિજેતા રહ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે કોલેજના આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડેએ દરેક ખેલૈયાને પ્રોત્સાહિત કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય. સ્વામી પૂરાણી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામસ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર ડો. શૈલેશ લુહાર, કેમ્પસ ડીરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય,આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.