September 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherવલસાડ

વરસાદની ઘટ વચ્‍ચે આવનાર 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

વલસાડ કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદી પુલ પરનો વાહનવ્‍યવહાર બંધ-ઉપરવાસમાં પડલે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્‍તારમાં અપાયું એલર્ટ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13
આવનારા ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ રાજ્‍યના કેટલાક જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્‍યું છે.12મી સપ્‍ટેમ્‍બરે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે આગામી 16 સપ્‍ટેમ્‍બર સુધી રાજ્‍યભરમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે.
આ દિવસો દરમિયાન સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત સહિત રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શકયતા છે. આ ઉપરાંત કચ્‍છ, ભાવનગર, ભરૂચ, મહિસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ અને આણંદમાં ભારે વરસાદની શકયતા જોવાઈ રહી છે. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ તંત્ર સાવધ બન્‍યું છે.
વલસાડ કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદીનો પુલ બંધ કરાયો. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાનાઆગાહી પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્‍યો છે.
વલસાડ જિલ્લાના છેલ્લા 24 કલાકમાં પડેલ ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે અને આગામી એક સપ્તાહમાં અતિ ભારે વરસાદની આગાહી પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર મુકાયું છે. ત્‍યારે વલસાડ શહેરના કૈલાસ રોડ સ્‍થિત ઔરંગા નદી પરનું બ્રિજ બંધ કરાવી દેવામાં આવ્‍યું હતું.
આજરોજ વલસાડ મામલતદારની ટિમ ઔરંગા નદી કિનારે પહોંચી પાણીની સપાટી અને પાણીનું વેવ પ્રમાણે નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાય એમ હોય જેને પગલે ઔરંગા નદી પુલ પરનું વાહનવ્‍યવહાર બંધ કરી દેવામાં આવ્‍યું હતું અને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંક લિ.એ ગોવા સ્‍ટેટ કો-ઓ. બેંક લિ. પાસેથી બાકી નિકળતા રૂા.8.68 કરોડ મેળવ્‍યા

vartmanpravah

વાપી ખેરાની પેપર મિલમાં ભિષણ આગ લાગી

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને એક ઔર વધુ મળેલું દેહ દાન

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

Leave a Comment