July 27, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી બૂથ સ્‍તરના અધિકારીઓ દ્વારા ઘર-ઘરથી ફોર્મ ભેગા કરવાનું વિશેષ અભિયાન ચલાવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01
દમણના કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડને લિંક કરવા બાબતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કલેક્‍ટર અને મુખ્‍ય ચૂંટણી અધિકારી ડો. તપસ્‍યા રાઘવની અધ્‍યક્ષતામાં સવારે 11:30 વાગ્‍યે કલેક્‍ટરાલયના સભાખંડમાં આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં મુખ્‍ય ચૂંટણી અધિકારીએ તમામ મીડિયા કર્મીઓને જણાવ્‍યું હતું કે, ભારતના ચૂંટણી આયોગ (ઈસીઆઈ) દ્વારા 1 ઓગસ્‍ટથીચૂંટણી ઓળખપત્રને આધાર કાર્ડ સાથે સ્‍વૈચ્‍છિકતાથી જોડવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. આ અભિયાનનો હેતુ મતદારોની ઓળખ કરવી અને મતદાર યાદીમાં સમાવિષ્‍ટોને પ્રમાણિત કરવાની સાથે સાથે તેઓની ઓળખ કરવાનો છે. આ બાબતે મુખ્‍ય ચૂંટણી અધિકારી ડો. તપસ્‍યા રાઘવે જણાવ્‍યું હતું કે, મતદાર તેમના ચૂંટણી ઓળખપત્રને આધાર કાર્ડની સાથે ફોર્મ 6-બી ભરીને પ્રમાણિત કરી શકે છે. એની સાથે જે મતદારોની પાસે આધાર કાર્ડ નથી, તેઓ 11 વૈકલ્‍પિક દસ્‍તાવેજોમાંથી કોઈપણ એકની નકલ રજૂ કરીને ઓળખની પ્રમાણિકતા કરાવી શકે છે. આ માટે મનરેગા જોબ કાર્ડ, ફોટાની સાથે બેંકની પાસબુક, ડ્રાઈવિંગ લાયસન્‍સ, પાન કાર્ડ, ભારતીય પાસપોર્ટ, આરોગ્‍ય વીમા સ્‍માર્ટ કાર્ડ, પેન્‍શન દસ્‍તાવેજ, સરકાર દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર, સાંસદો, ધારાસભ્‍યો અને એમએલસીને આપવામાં આવેલ અધિકારિક ઓળખપત્ર અને સામાજિક ન્‍યાય મંત્રાલય દ્વારા જારી વિશિષ્‍ટ ઓળખ પત્રનો ઉપયોગ કરી શકે છે.
મુખ્‍ય ચૂંટણી અધિકારીએ જણાવ્‍યું હતું કે, આધાર કાર્ડ સાથે ચૂંટણી ઓળખપત્ર લિંક કરવા માટે 1 ઓગસ્‍ટથી 30 સપ્‍ટેમ્‍બર સુધી ઘર-ઘરથી બૂથ સ્‍તરના અધિકારીઓ દ્વારા વિશેષ અભિયાન ચલાવીને ફોર્મ ભેગા કરવામાં આવશે. તેઓએ જણાવ્‍યું કે 31 માર્ચ, 2023સુધી 100 ટકા આધારને ચૂંટણી ઓળખપત્ર સાથે લિંક કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે.

Related posts

વાપી છીરીમાં ડમ્‍પરે બાઈકને ટક્કર મારી દેતા બાઈક સવાર પિતાનું મોત : પુત્ર ઉગરી ગયો

vartmanpravah

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

વાપી ક્રિકેટ ક્‍લબ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ ખાતે આયોજીત ઓપન ઓલ ઈન્‍ડિયા શહિદ ભગત સિંહ T-10ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં કિલર-89 ચેમ્‍પિયન

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન : અસંભવથી સંભવ, નમો મેડિકલ કોલેજનો આરંભ અને માંડ દોઢ વર્ષમાં 331 પોસ્‍ટો માટે નાણાં મંત્રાલયની મંજૂરી

vartmanpravah

વાપી બલીઠા હાઈવે પર કાર ચાલકે રેલીંગ તોડી સર્વિસ રોડ પર મોપેડને અડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

vartmanpravah

Leave a Comment