(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે મોટી દમણ હોસ્પિટલ(કોમ્યુનિટી હેલ્થ સેન્ટર)ની મુલાકાત લઈ વ્યવસ્થા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના હાલચાલ પણ જાણ્યા હતા.તેમણે હોસ્પિટલમાં મળતી સુવિધાઓની પણ માહિતી મેળવી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને હોસ્પિટલની મુલાકાત દરમિયાન દવાઓની કમી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. તેમણે આ બાબતે તાત્કાલિક સંબંધિત જવાબદાર અધિકારી સાથે ફોન ઉપર વાત કરી દવાઓની તાત્કાલિક વ્યવસ્થા કરવા નિર્દેશ પણ આપ્યો હોવાનું સાંસદશ્રીના મીડિયા સલાહકારની અખબારી યાદીમાં જણાવાયું છે. વધુમાં જણાવ્યું છે કે, આપણાં વિસ્તારના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવા પ્રયાસ તેઓ કરી રહ્યા છે.