September 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદીવ

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

  • કોરોના મહામારીમાં બીજા લોકોનીમદદ માટે આગળ આવનાર સેવાભાવી લોકોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા

  • જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલની સ્‍મરાણિકાનું પણ કરાયેલું વિમોચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.01
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગત તા. 30 એપ્રિલ, ર0રરના રોજ દેવકાની હોટલ દરિયા દર્શન ખાતે 46માં જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેન્‍શનનું ઉદ્ધાટન જાયન્‍ટ્‍સ વેલ્‍ફેર ફાઉન્‍ડેશનના વર્લ્‍ડ ચેર પર્સન શાઈના એન.સી.ના સાંનિધ્‍યમાં કર્યુ હતું.
આ પ્રસંગે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કોરોનાની મહામારી સામે બીજા લોકોની મદદ કરવા માટે આગળ આવનાર સેવાભાવી લોકોને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ કલબની સેવાલક્ષી ગતિવિધીની પ્રશંસા પણ કરી હતી.
આંતરાષ્‍ટ્રીય વિસ્‍તાર પ્રભારી અને સંમેલન સમન્‍વયક શર્મિષ્‍ટા શાહ, વિજય પટેલના સહયોગથી જાયન્‍ટસ ગૃપ ઓફ બિલીમાોરાના દેખરેખમાં આયોજીત આ વાર્ષિક અધિવેશનમાં પ્રસિદ્ધ અભિનેતા સમીર દત્તાણી, સેવાભાવી સંસ્‍થાના મેઘા શ્રેયના અગ્રણી સમાજસેવી મહિલા સીમા સિંહ, એન્‍જિનિયરિંગ પ્‍લાન્‍ટના સંચાલક ભાવનગરી, સત્‍યપ્રકાશ ચતુર્વેદી, વિજય ચૌધરી, પી.સી.જોશી, બલદેવ પટેલ, લક્ષ્મણનનની ઉપસ્‍થિતિ રહી હતી.
દરમિયાન મંચ પર ઉપસ્‍થિત મહાનુભાવો દ્વારાસ્‍મરણિકાનું પણ વિમોચન કરવામાં આવ્‍યું હતું. શ્રી પંકજ મોદીએ સૌનો આભાર માન્‍યો હતો.

Related posts

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 17 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

ધરમપુરમાં આદિવાસી અમૃત કુંભ મહોત્‍સવ રથ આવી પહોંચતા ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલના હસ્‍તે ઉષ્‍માભેર સ્‍વાગત કરાયુ

vartmanpravah

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા 111મા બિહાર દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહના રખોલી સ્‍થિત આર.આર.કેબલ લિ. કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment