Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : ગુજરાતના વલસાડ અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી બાલદેવી કુવા ફળિયાના એક દુકાનદારે ગત 30 ઓગસ્‍ટ, 2024ના રોજ એમની દુકાનમાંથી રૂપીયા દોઢ લાખ રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ સાયલી પોલીસ મથકે નોંધાવી હતી. આ ફરિયાદના સંદર્ભમાં અજાણ્‍યા વ્‍યક્‍તિઓ સામે સાયલી પોલીસ સ્‍ટેશનના ગુનાહિત વિભાગ દ્વારા કલમ 331(4), 305 અને 3(5) બીએનએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ દરમ્‍યાન એક ટીમ બનાવી શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓને પકડમાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. જેમાંથી એક વ્‍યક્‍તિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. જેની મદદથી પોલીસે બીજા અન્‍ય સાગરીતોને પણ શોધીકાઢી તેઓ પાસેથી ચોરી કરેલ કેટલીક રકમ અને એમાંથી ખરીદેલ સામાન જપ્ત કરવામાં આવ્‍યો હતો.
ચોરટાઓએ અજમાવેલી તરકીબમાં દુકાનના શટરને નીચેથી હુકમાં કપડું લગાવી એનાથી ખેંચવાથી શટર વળી ગયું હતું અને સહેલાઈથી ખુલી ગયું હતું ત્‍યારબાદ તાળુ તોડયા વગર જ દુકાનમાં ઘુસી ગયા હતા અને ચોરી કરી હતી. સાયલી પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં(1) અજય ઉર્ફે ઇકો રમણ જેની પાસેથી રોકડા રૂા. પાંચ હજાર મળી આવ્‍યા. આ આરોપી વિરુદ્ધ અગાઉના ઘરફોડ ચોરી અને મોબાઈલ ચોરીના બે કેસ દાખલ હોવાનું બહાર આવ્‍યું હતું. (2)ઈમ્‍તિયાઝ દિવાલ જેની પાસેથી રોકડા રૂા.ચાર હજાર મળ્‍યા હતા. (3)સતીશ મોહન જેની પાસેથી રોકડા 3500 રૂપિયા અને (4)કિરણ મંગલા જેની પાસેથી ચોરીના પૈસાથી મોબાઈલ ખરીદેલ એને પોલીસે જપ્ત કરવામા આવ્‍યો છે. ઘટનાની વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને મળી

vartmanpravah

દમણ એરપોર્ટથી કાર્યક્રમ સ્‍થળ સુધી ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના સન્‍માન માટે કાર્યકરોમાં જામેલી હોડ

vartmanpravah

ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

દમણ જિ.પં.ના જાહેર બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન પટેલે મોદી સરકારના બજેટને મહિલાઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્‍યું

vartmanpravah

વલસાડ હનુમાન ભાગડાના મહિલા સરપંચ પાણી મામલે અન્ન, પાણીત્‍યાગ સાથે અનસન પર ઉતરી

vartmanpravah

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

Leave a Comment