(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને સ્વામિનારાયણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવ દ્વારા વચનામૃતમ સભાખંડમાં સભાનું આયોજન શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલના માર્ગદર્શનમાં શ્રવણ ગ્રુપના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રથમ શ્લોકો દ્વારા સભાની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં શરદ પૂર્ણિમાનો પાવન પર્વ હોય આ પાવન અવસરે માતાજીની સ્તુતિ, શ્રીકળષ્ણની વંદના, ભજન સાથે જ શરદપૂર્ણિમાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં ધોરણ 3, 4 અને 5 ની વિદ્યાર્થીનીઓએ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબે ઘૂમી કાર્યક્રમને વધારે આહલાદક બનાવ્યો હતો. સાથે જ શરદપૂર્ણિમાને રાસ પૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા તરીકે એમ ભારતભરના વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવતી હોય આ દિવસે શ્રીકળષ્ણ મહારાસ કરે છે. શરદપૂર્ણિમાનું મહત્વ, દૂધ પૌઆ ખાવાનો રિવાજ તેમજ ચંદ્ર સોળે કળાએ ખીલતો હોયસોળે કળાઓ અંગે ધોરણ 12 ની વિદ્યાર્થીની તૃષા દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ સાથે 16 ઓક્ટોબરના રોજ વિશ્વ ખાદ્ય દિવસ અને એનેસ્થેસિયા દિવસ ઉજવવામાં આવતો હોય ખાદ્ય અને એનેસ્થેસિયા અંગે ધોરણ 10 ની વિદ્યાર્થીની પલક દ્વારા જાણકારી આપવામાં આવી હતી. બાદમાં ઓક્ટોબર મહિનો એટલે સ્વચ્છતા ફેલાવા અંગે જાગૃતિ ફેલાવવાનો મહિનો હોય ધોરણ 6, 7 અને 8 ના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશો આપતો ડાન્સ રજૂ કર્યો હતો. જે બાદ પૂજ્ય રામ સ્વામીજી દ્વારા શરદપૂર્ણિમા પર્વની તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી સ્વચ્છતા અંગે દરેકને જાગૃત થવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. અંતે તમામ વિદ્યાર્થીઓને પૂજ્ય રામ સ્વામીજી દ્વારા બોધવચનો અને આર્શીવચનો પાઠવવામાં આવ્યા હતા.