Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બે અકસ્‍માત : કાર ચાલકે બાઈક ચાલક યુવકને 100 મીટર ઘસડયો : ટ્રકે રીક્ષાને ટક્કર મારી 4 ઘાયલ

બાઈક ચાલક મગોદનો યુવાન ધર્મેશ નાયકા ફેક્‍ચરગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ શહેરમાં મંગળવાર સાંજે જુદા જુદા બે અકસ્‍માત સર્જાયા હતા. જેમાં પ્રથમ અકસ્‍માતમાં કાર ચાલકે બાઈક ચાલક યુવાનને ટક્કર મારી 100 મીટર દૂર ઘસડી ગયો હતો. જ્‍યારે બીજા અકસ્‍માતમાં બેફામ ટ્રકે આગળ જતી મુસાફરો ભરેલી રીક્ષાને ટક્કર મારી દેતા ચાલક સહિત ચાર ઘાયલ થયા હતા.
અકસ્‍માતની વિગતો મુજબ વલસાડ મગોદમાં રહેતો ધર્મેશ ભીખુભાઈ નાયકા ઉ.વ.26 પોતાની બાઈક નં.જીજે 15 એનએન ઉપર સવાર થઈ આદિત્‍ય નગર પાસેથી પસાર થતો હતો ત્‍યારે પુરઝડપે આવી રહેલ કાર નં.જીજે 15 સીકે 2496 ના ચાલકે સ્‍પ્‍લેન્‍ડરને ટક્કર મારી 100 મીટર જેટલા અંતરે ઘસડી ગયો હતો. અકસ્‍માતમાં ઘાયલ ધર્મેશને સિવિલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. તેને પગમાં ફેક્‍ચર, કપાળે-નાકે ઈજા થઈ હતી. બીજો અકસ્‍માત આરટીઓ કચેરી પાસે સર્જાયો હતો. મુસાફરો ભરી રીક્ષા પસાર થઈ હતી ત્‍યારે રિક્ષા નં.જીજે 15 વાયવાય 0771 ને બેફામ આવતી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્‍માતમાં મુસાફરો અને ચાલક મળી ચાર જેટલા ઘાયલ થયા હતા.તમામને સારવાર માટે ખસેડયા હતા. અકસ્‍માત કરી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બંને અકસ્‍માતની પોલીસે તપાસ હાથ ધરી હતી.

Related posts

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

Leave a Comment