નિખાલસતા ક્રિકેટ રમીને વાપીનું નામ રોશન કરજો : નાણામંત્રી કનુભાઈ દેસાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26
વાપી કુમાર શાળા મેદાનમાં પ્રિમિયર લીગનો દબદબાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રિમિયર લીગનુંનારિયેળ વધેરીને ઉદ્દઘાટન કર્યું હતું.
વાપી શહેર ક્રિકેટ રમતનું શોખીન શહેર છે. શહેરમાં અવારનવાર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી રહે છે તે શ્રૃંખલામાં શનિવારે કુમારશાળાના મેદાનમાં પ્રિમિયર લીગનો પ્રારંભ થયો હતો. જેના ઉદ્દઘાટન સમારોહમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને મેચનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ અને વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ, કોર્પોરેટર સુરેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્મિરાબેન શાહ, શહેરના ગણમાન્ય નાગરિકો, કોર્પોરેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્દઘાટન ઉદ્દબોધનમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, દરેક ખેલાડી નિખાલસતાથી ક્રિકેટ રમે અને સદ્દભાવના ફેલાવી વાપીનું નામ રોશન કરે.