Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધરાસણા મીઠા સત્યાગ્રહ સ્મારકના રિનોવેશન માટે ગુજરાત સરકાર અને પીડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે MOU થયા

૨ વર્ષના MOU મુજબ રિપેર અને રિનોવેશન માટે પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૫ લાખ C.S.R. ફંડ હેઠળ આપશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ જિલ્લાના ધરાસણા ખાતે સંપૂર્ણ અહિંસક મીઠા સત્યાગ્રહની યાદગીરી રૂપે વર્ષ ૧૯૭૮માં મીઠા સત્યાગ્રહ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ આ સ્મારકના નિર્માણને ૪૫ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવાથી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્મારકના રિનોવેશન અને રીપેરિંગ કામ માટે ગુજરાત સરકાર (કલેક્ટર કચેરી, વલસાડ) અને પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વાપી વચ્ચે કામગીરી શરૂ થયાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે MOU(Mamorandum Of Understanding ) કરાર કરવામાં આવ્યા છે. જે અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્મારકના પુન: નિર્માણ માટે આપવામાં આવેલા રૂ.૮૦.૯૬ લાખના એસ્ટિમેટની સામે મહત્તમ રૂ.૩૫ લાખ જેટલી રકમ પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા C.S.R. ફંડ હેઠળ આપવામાં આવશે.
આ MOU અનુસાર સ્મારકના રિનોવેશનમાં બાધકામની મુખ્ય કામગીરી વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દ્વારા કરાશે. આર. એન્ડ બી. વિભાગના ઈજનેરો સાથે પીડિલાઈટના એક્ષ્પર્ટ ઈજનેરોની ટીમ સમયાંતરે સ્થળની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તાની ચકાસણી કરતા રહેશે.

Related posts

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

સંઘપ્રદેશના રાજકારણમાં પેઢીઓથી હાવી બનેલા પોલીટિકલ માફિયાઓનો સૂર્યાસ્‍ત થતાં નવા દાનહ અને દમણ-દીવના નિર્માણનો થયો સૂર્યોદય

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં વિશ્વ એઈડ્‍સ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment