પતિ બહારગામ સુરત ગયો હતો : આવ્યો ત્યારે ઘર બંધ હતું, જોયુ તો પત્નીએ અંતિમ કદમ ઉપાડી લીધેલુ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વલસાડમાં ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ આજરોજ શુક્રવારે પોતાના ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી નાખવાની ઘટેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
વલસાડના પાલીહિલ વિસ્તારમાં રહેતી અને સરસ્વતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ આજે પોતાના બેડરૂમમાં દોરડુ બાંધી કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. પતિ બહારગામ સુરત ગયો હતો. ઘરે એકલી શિક્ષિકા હતી ત્યારે તેણીનીએ અંતિમ કદમ ઉપાડી લીધુ હતું. સુરતથી પરત આવેલ પતિએ જોયુ તો ઘરનો દરવાજો બંધ હતો ત્યારે શંકા જતા અન્ય રસ્તાથી ઘરમાં પ્રવેશી જોયુ તો પત્ની બેડરૂમમાં ફાંસોખાધેલી હાલતમાં લટકતી હતી તેથી સિટી પોલીસને તાત્કાલિક જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી વધુ આગળની તપાસ હાથ ધરી હતી.