October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

ગડર નાખવાની કામગીરી આધિન તા.24 સુધીબલીઠા ફાટક બંધ રાખવામાં આવ્‍યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી વિસ્‍તારમાં 6 જેટલા વિકાસ પ્રોજેક્‍ટ અંતિમ તબક્કા સુધી પહોંચી રહ્યા છે તે પૈકીનો મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ છે. બલીઠા રેલવે ઓવરબ્રિજનો આ પ્રોજેક્‍ટ ટુંક સમયમાં પૂર્ણ થાય તેવી વકી છે. આજકાલ પુલની હેવી ગડરો બેસાડવાની કામગીરી ચાલી રહી છે તે માટે તા.24 ઓક્‍ટોબર સુધી બલીઠા રેલવે ફાટક બંધ કરાયું છે. ગડર નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ આ રેલવે ફલાય ઓવર ટુંક સમયમાં ચાલુ થશે તેવી શક્‍યતાઓ છે.
બલીઠા રેલવે ઓવરબ્રિજની ડિઝાઈન મલ્‍ટી પરપઝ બનાવાઈ છે. પુલ ઉપરથી નીચે ઉતરવા માટે હાઈવેની બન્ને સાઈડ ઉતરી શકાશે. આ બ્રિજ કાર્યરત થયા બાદ હાઈવે ઉપર વારંવાર ફાટક બંધ રહેવાથી ઉભી થઈ રહેલી ટ્રાફિકની સમસ્‍યાનો કાયમી અંત આવી જશે. જો કે વાપીમાં અન્‍ય પ્રોજેક્‍ટ પણ પાઈપલાઈનમાં છે. તેમાં બીજો મહત્ત્વનો પ્રોજેક્‍ટ બલીઠા જકાતનાકા પાસે અતુલ સોસાયટી સામે હાલમાં કાર્યરત રેલવે અંડરપાસનું કામ પણ પુર જોસમાં ચાલી રહ્યું છે. હાઈવે સર્વિસ રોડથી વાયા અંડરપાસ થઈ વાપી પૂર્વ-પヘમિમાં હળવા નાના વાહનો આરામથી અવર જવર કરી શકશે. જો કે આ સારા સમાચારો વચ્‍ચે વાપી ફાટક દમણ-વાપીને જોડતો રેલવે ફલાય ઓવરબ્રિજ કામગીરી લાંબાસમયથી ઠપ્‍પ પડી છે તે જલદી પૂર્ણ થાય તો વાપી વાસીઓ માટે સૌથી મોટી રાહત પુરવાર થનાર છે.

Related posts

વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ બીજા દિવસે ચણવઇ ગામમાં પહોંચ્યો, લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

ધરમપુરમાં ક્રાંતિકારી બિરસા મુંડાની જન્‍મજ્‍યંતીની ઉજવણી કરાઈ

vartmanpravah

પારડી રેલવે ફાટક 8 ડિસેમ્‍બર સુધી લાઈન મેન્‍ટેનન્‍સ માટે સાત દિવસ બંધ રહેશે

vartmanpravah

સેલવાસની હવેલીઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ઈન્‍ટ્રા કોલેજ મૂટ કોર્ટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

Leave a Comment