April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

નવિન પુલ બનાવવા માટે જુનો પુલ તોડી નાખવાનો છે : હજારો વાહન ચાલકોની મુસીબતનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ ફોર લાઈન નવો બનાવવાનો હોવાથી બુધવારે મધરાતે 12 વાગે જાહેરનામા મુજબ અવર જવર માટે બંધ કરી દેવાયો હતો. પાલિકા કર્મચારીઓએ વિધિવત પુલની બન્ને સાઈડ આડશો બાંધી જાહેરનામાની નોટીસ મારી પુલ હવેથી આગળનો બે-એક વર્ષ સુધી બંધ રહેશે.
વાપીમાં 142 કરોડના ખર્ચે ફોરલાઈન નવિન પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે તે માટે પુલ બંધ પણ કરી દેવાયો છે પરંતુ બહાર ગામના અજાણ્‍યા વાહન ચાલકો તો બેખબર હોય તેથી પુલ સુધી પહોંચી જશે અને પાછા ફરવાની ફરજ બનશે. તેથી પુલ સુધી પહોંચતા તમામ રોડ ઉપર મોટા સાઈનબોર્ડ-નોટિસ મારવી પડશે. નહીતર ટ્રાફિકની અંધાધુધી ઉભી થશે. હાલ પણ રોજના 30 થી 40 હજાર વાહનોની અવરજવર માટેની સમસ્‍યાનો પ્રારંભ થઈ ગયો છે. સુચિત કરેલા ડાઈવર્ઝન ઉપર ટ્રાફિક ટર્ન કરાવાઈ રહ્યો છે. કંઈ મેળવવા માટે કંઈક ગુમાવવું પડે તેવું માની વાહન ચાલકો પણ ટેવાઈ જશે.

Related posts

દાનહના સુરંગી ગામે મહેસૂલ વિભાગ ખાનવેલ દ્વારા 26મી ફેબ્રુઆરીના શનિવારે શિબિર યોજાશે

vartmanpravah

દાનહ ઊંડાણના ગ્રામ્‍ય વિસ્‍તારના મહેશ ગાવિતને ભાજપે ઉમેદવાર બનાવતા વિજેતા બનાવવા થનગનાટ

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah

સેલવાસ લાયન્‍સ સ્‍કૂલમાં ‘શિક્ષક દિન’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

થોડા સમયના આરામ બાદ પારડી વિસ્‍તારમાં ફરી ચોરોની ગેંગ સક્રિય

vartmanpravah

Leave a Comment