(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: વાપીના રાતા અને છીરી ગામે આવેલ જમીન વર્ષોથી વિદેશમાં રહેતી મહિલાએ2003માં અન્યને નામે બાહેંધરી આપી ત્યજી દીધા બાદ ફરીથી 2019 માં છરવાડાના રાજેશ પરમારને પાવર ઓફ એટર્નીથી વેચાણ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી હેરાન પરેશાન કરતા ડુંગરા પોલીસમાં એન.આર.આઈ. મહિલા વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ કરાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ વાપીના છરવાડા ખાતે રહેતા અને ખેતીની તથા અન્ય મિલકતોનુ ખરીદ વેચાણ કરતા રાજેશભાઈ પરમાર દ્વારા આજે ડુંગરા પોલીસ મથકમાં લેખિતમાં જાણવાજોગ ફરિયાદ કરી છે કે તેમને 2019માં મંજુલાબેન રમેશભાઈ શાહ નામની મહિલા સાથે અજીતભાઈ શાહ અને મનસુખભાઈ શાહના એ ઓળખાણ કરાવી હતી અને ત્યારબાદ આ મહિલાએ તેમને જણાવ્યું હતું કે મારી વાપી તાલુકાના છીરી તથા રાતા ગામે મિલકતો આવેલી છે જે મારે વેચાણ કરવી છે અને હું હાલમાં અમેરિકા રહું છું સાથે મારી મિલકત ઉપર ઘણા લોકોએ ગેરકાયદે કબજો પણ કરેલો છે જેથી ફરિયાદીએ તેમની પાસે કાયદેસરના કાગળ હશે તો સારા ભાવ મળશે, તો હું પણ ખરીદી લઈશ એમ રાજુભાઈએ જણાવ્યું હતું અને વેચાણ પણ કરી આપીશ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ મંજુલાબેને એમ પણ કહ્યું કે, હું ખૂબ જ મર્યાદિત સમય માટે ભારત આવેલી છું માટે જ્યાં સુધી વેચાણ ન થાય ત્યાં સુધી હું અહીં રોકાઈ શકું તેમ નથી જેથી રાજુભાઈએ તમામ જમીનોના પાવર તૈયાર કરાવેલા અને તે સમયે તેમની પાસે પૂરતા જમીનના ખરીદ માટેના નાણા ન હતા માટે તમારી જમીનોનું જેમ જેમ વેચાણ થતું જશે તેમ તેમ ચૂકવતો રહીશ જેથી આ બાબતના રૂપિયા તેમણે એક સિકયુરિટી રકમનો ચેક પણ મહિલાને આપ્યો હતો અને ત્યારબાદ આ મહિલા અમેરિકા જાઉં છું તેમ કહી મારી અનુકૂળતાએ તમારા વકીલની ઓફિસ ઉપર આવી સહિ કરી જઈશ. પરંતુ ત્યારબાદ તેઓને જાણ થઈ હતી કે આ જમીનના મૂળ માલિક મહિલા મંજુલાબેન રમેશભાઈ શાહ દ્વારા 2003માં તારીખ 18-2-2003 ના રોજ એક સોગંદનામુ પત્રક તૈયાર કરી નોટરી કરાવી તેમણે અન્ય એક વ્યક્તિને તેની તરફેણમાં તજી દીધેલ હોવાનું જાણવા મળ્યું હતું અને તેના નામ ઉપર રેવન્યુ રેકોર્ડ પર બોલતી હતી તેમ છતાં ફરિયાદીને અંધારામાં રાખી એકવાર વેચી નાખેલ જમીન બીજી વખત તેને વેચાણ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના ઈરાદાથી તેઓ કામ કરતા હતા તેમ જણાવતા અને હાલમાં અમારા હસ્તકના થયેલા વ્યવહારની કરોડોની મિલકત વિવાદમાં પડી ગયેલ છે અને તેઓએ માત્ર એન.આર.આઈ. અને મહિલા હોવાના ગેરલાભ લઈ ડુંગરા પોલીસ મથકમાં તેમજ અન્ય સ્થળે ફરિયાદ કરી હેરાન પરેશાન કરી રહ્યા છે જે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેડુંગરા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
આમ રાતા અને છીરી ગામની જમીન અંગે સામસામે ફરિયાદો થતા મામલો વધુ પેંચીદો બન્યો હોવાનું જણાઈ રહ્યું છે. પોલીસ આ અંગે જરૂરી રેકોર્ડો તપાસી કાર્યવાહી કરી રહી હોવાનું જણાઈ રહ્યું છે.