June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા સેવાસદનમાં ભર ઉનાળે પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં

સેવા સદનમાં જાતિ-આવકના દાખલા સહિતના કામો માટે આવતા અરજદારોને પીવાના પાણીના કુલરો બંધ રહેતા પડી રહેલી હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.07: ચીખલી તાલુકા સેવા સદનમાં મામલતદાર, સબ રજીસ્‍ટાર, પ્રાંત અધિકારી સહિતની મુખ્‍ય કચેરીઓ કાર્યરત છે અને સેવા સદન દિવસભર લોકોની અવાર જવરથી ધમધમતું હોય છે. આ ઉપરાંત હાલમાં જ બોર્ડ પરિક્ષાઓના પરિણામ જાહેર થયા હોય જાતિ, આવક ઉન્નતવર્ગ સહિતના દાખલાઓ, અન્‍ય નાના મોટા કામો માટે અરજદારોની રીતસરની ભીડ જોવા મળી રહી છે.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં હાલે ભર ઉનાળે આકરી ગરમીમાં તાલુકા સેવા સદનમાં પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં છે. સેવાસદનમાં ભોંયતળિયા, પહેલા માળે અને બીજા માળે ત્રણેય કુલરો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. પહેલા માળે અને ભોંય તળિયામાં તો પીવાના પાણીના રૂમમાં ઠંડુ પાણી તો ઠીક પણ નળમાં સાદું પાણી પણ આવતું નથી. બીજા માળે સાદું પાણી આવે છે. પરંતુ ત્‍યાં પણ કુલર તો બંધ હાલતમાં જ છે. ત્‍યારે સેવા સદનમાં ભર ઉનાળે પીવાના પાણીની વ્‍યવસ્‍થાના અભાવે લોકોએ તરસ છીપાવવા માટે ભટકવાની નોબત આવી છે. ચોમાસા, શિયાળામાં તો ઠીક પરંતુ હકીકતમાં તો ઉનાળા પૂર્વે જ આગોતરું આયોજન કરી પીવાના પાણીની વ્‍યવસ્‍થા કાર્યરત રહે તે માટે મામલતદાર સહિતના ઉચ્‍ચ અધિકારીઓ દ્વારા તકેદારી રાખવી જોઈએ પરંતુ કદાચ ઉચ્‍ચઅધિકારીઓને તેમની ફરજમાં પીવાના પાણીની વ્‍યવસ્‍થા ન આવતી હશે કે પછી તેઓને આ માટે કોઈ ગંભીરતા ન હોય તેમ લાગી રહ્યું છે.
તાલુકા સેવાસદનમાં મામલતદારના જણાવ્‍યાનુસાર બીજી વ્‍યવસ્‍થા કરી પણ તે કયાં તે તેમને ખબર નથી. સેવા સદનમાં પીવાના પાણીના કુલરો બંધ હોવા અંગે મામલતદાર રોશનીબેનનો સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે બંધ કુલરો માટે જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆતત કરવામાં આવેલ છે. અને પાણીની બીજી વ્‍યવસ્‍થા છે. જોકે સેવા સદનમાં આ વ્‍યવસ્‍થા કયાં છે. તેમ પૂછતા એ તો હું ક્‍યાંથી કહું તમે જ આવીને જોઈ લેવોને તેવો જવાબ આપતા મીડિયાકર્મી દ્વારા રૂબરૂ તપાસ કરતા ફલડ કંટ્રોલ રૂમની કેબિનમાં એક ઠંડા પાણીનો જગ સિવાય બીજે કયાંય નજરે પડ્‍યા ન હતા. ઉપરોક્‍ત સંજોગોમાં પોતાની વહીવટી બેદરકારી પર ઢાંકપીછોડો કરવાનો પ્રયાસ કરાયો હોય તેવું ફલિત થવા પામ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah

દમણ જિલ્લાના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલે સાંસદ ઉમેશભાઈ પટેલની કથની અને કરણીનો કરેલો ભંડાફોડ

vartmanpravah

મહારાષ્‍ટ્રના દેવડોગરી ખાતે રમાયેલી ટૂર્નામેન્‍ટમાં દાદરા નગર હવેલીના ખેરારબારી પટેલપાડાની ટીમ વિજેતા

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામે ફલેગ માર્ચ કાઢવામાં આવી

vartmanpravah

Leave a Comment