(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, તા.14
ચીખલી તાલુકામાં જમીન માફિયા દ્વારા ખોટી રીતે જમીન પર કબજો તેમજ ડુપ્લીકેટ પાવર એટર્ની બનાવી જમીન પચાવી પાડવાની બૂમો ઉઠવા પામી છે જ્યારે હાલમાં જ એક ખિસ્સો બન્યો હતો જેમાં લેન્ડ ગ્રેબિંગ માં ફરિયાદ થઈ હતી. જ્યારે ફરી એક વાર ચીખલી તાલુકાના માણેકપોર-વાંસદા જતા રસ્તા પર સોનાની લગડી જેવી જમીન પર ફરી એકવાર જમીનનો વિવાદ સામે આવ્યો છે કરોડો રૂપિયાની સોનાની લગડી જેવી રોડ ટચ માણેકપોર-વાંસદા જતા જમીન માફિયા દ્વારા જમીન પચાવી પાડવાની ફરિયાદ ઉઠવા પામી છે.
ચીખલીથી પસાર થતો ધોરી માર્ગ માણેકપોર – વાંસદા જતો માર્ગને અડીને આવેલ ગામ જ્યાં એક પરિવારની સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની જમીન જેમાણેકપોર-વાંસદા રોડ ટચ આવેલી જમીન ઉપર ખરાબ નજશ કરનાર ચીખલીના રહિશ એક ઉદ્યોગ પતિ દ્વારા ખેતી લાયક જમીન પર કબજો કરી જમીન ફરતે ફેસિંગ દીવાલો કરી દેતા જેની ખબર જમીન માલિકને થતાંપોતાની જમીનમાં જમીન માફિયા દ્વારા જમીન પર કબજો કરવાની આપબીતી પરિવારમાં ચર્ચા કરી જમીન માફિયા વિરુદ્ધ લડવાની તાજવિજ ધરતા જમીન માલિક દ્વારા પોતાની માલિકીની જમીનમાં માપણી કરવા માટે ગયા હતા જ્યાં જમીન માપણી વખતે સ્થળ પર જમીન માલિકને જમીન પચાવી પાડનારા સાથે બોલા ચાલી થઈ હતી. જ્યાં જમીન માલિકને ધાક ધમકી સાથે તમે મારું કઈ નહિ ઉખાડી શકે તમે ગમે તેટલા માણસો લાવો તમને માપણી નહિ કરવા દેવ તેનો જમીન માલિક દ્વારા વિડિયો ઉતારી લીધો હતો ત્યાર બાદ જમીન માલિક અને એમનો પરિવાર સાથે ચર્ચા કરી નવસારી જિલ્લા કલેકટરમાં ફરિયાદ કરતા કલેકટર દ્વારા તપાસ માટે જિલ્લા પોલીસ અધિક્ષકને વિવાદિત જમીનની તપાસ સોંપાતા ચકચાર મચી જવા પામી છે.
હાલમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જ્યારે તપાસમાં તંત્ર દ્વારા જમીન માલિક પાસે નામો માગ્યા છે જમીન માપણી કરવા ગયેલા ત્યારે ધાકધમકી આપનાર વ્યક્તિઓના નામો આપ્યા હોવાનું જમીન માલિક દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે હાલમાં જમીન પચાવી પાડવાનીઘટના ચીખલી તાલુકામાં વાયુ વેગે ફેલાતા ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે આમ જનતા પણ જણાવી રહ્યા જમીન ચોરો પર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થાય તેવી લોક ચર્ચા ઉઠી છે.