January 16, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની અપાયેલી ધમકી: પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.14
ચીખલી તાલુકાના સાદડવેલમાં જૂની અદાવતમાં મહિલાને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે એક મહિલા સહિત ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્‍ત થઈ છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી કુસુમબેન કાંતુભાઈ ધો.પટેલ (ઉ.વ-50) (રહે.સાદડવેલ દાદરી ફળીયા તા.ચીખલી)ની દીકરી કલ્‍પનાબેન તથા આરોપી રાકેશભાઈના ભાઈ જીતેન્‍દ્ર સાથે છેલ્લા પાંચેક વર્ષથી પ્રેમસંબંધ હોય તેઓ સુરત પાંડેસરા ખાતે રહે છે. જે પસંદ ના હોય જેની અદાવત રાખી 11-સપ્‍ટેમ્‍બરના રોજ બપોરના સમયે સાદડવેલ દાદરી ફળીયામાં કલ્‍પનાબેન તથા તેમની દીકરીઓને લાકડાથી તથા ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં પોલીસે રાકેશ મગનભાઈ પટેલ, નિરૂબેન મગનભાઇ પટેલ તથા મગનભાઇ છગનભાઈ પટેલ (ત્રણેય રહે.સાદડવેલ દાદરી ફળીયા તા.ચીખલી) સામે ગુનો નોંધી તપાસ એએસઆઈ-મેહુલભાઈ હાથ ધરી હતી.
ઉપરોક્‍ત પૈકીરાકેશભાઈ તાલુકા પંચાયતના ભાજપી સભ્‍ય હોવાનું જાણવા મળ્‍યું છે.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ દ્વારા વિશ્વના ટોચના ફ્રી સ્‍ટાઈલ ફૂટબોલરનું આયોજન થયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

વલસાડ મણીરત્‍ન હાઉસમાં ઓછા કેરેટના ઘરેણા પધરાવી નવુ સોનું લઈ જનાર ટોળકીના 6 ઝડપાયા

vartmanpravah

જેસીઆઈ નવસારી દ્વારા વિમેન્‍સ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું 

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

Leave a Comment