January 16, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૧૪

મહિલા અને બાળવિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જનઆંદોલન માટે ‘રાષ્ટ્રીય પોષણ માસ’ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ પોષણ માસ સંદર્ભે વિવિધ પ્રવૃતિ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં પોષણ માસની ઉજવણી સંદર્ભે પ્રથમ અઠવાડિયાની થીમ મુજબ વલસાડ જિલ્લામાં આવેલા તમામ પી.ઍચ.સી. અને સબસેન્ટરોમાં ટેક હોમ રાશન કોર્નર બનાવવામાં આવ્યા હતા. તેમાં બાળકો માટેનાં પૌષ્ટિક ઍવાં બાલશકિત, સગર્ભા-ધાત્રી માતાઓ માટેનાં માતૃશકિત, કિશોરીઅો માટે પૂર્ણા શક્તિનાં પેકેટસનો લાભાર્થીઓ વધુમાં વધુ ઉપયોગ કરી ઍનું મહત્ત્વ સમજે ઍ માટે આરોગ્ય શાખા સાથે સંકલન કરી લાભાર્થીઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ટી.ઍચ.આર કોર્નરમાં બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન કરી પ્રત્યક્ષ લાભાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. જિલ્લાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો દ્વારા આશા વર્કર સાથે મળી ગૃહ મુલાકાત કરી કોવિડ વેક્સિન બાબતે લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લાની સ્ત્રીરોગ નિષ્ણાત અને બાળકોના સ્પેશિયાલિસ્ટ યોગિની હોસ્પિટલ દ્વારા હોસ્પિટલમાં ટીઍચઆર કોર્નર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં સારવાર લઈ રહેલા લાભાર્થીઓને ટીઍચઆરનું મહત્ત્વ અને ઍમાંથી બનતી વાનગી બનાવી ઉપયોગ કરવા સમજ આપવામાં આવી રહી છે. આ બાબતે ડો. યોગીની રોલેકર અને ડો. ગિરધર રોલેકર દ્વારા પ્રિસ્ક્રીપશનમાં દવા સાથે ટીઍચઆરનો પણ ઉલ્લેખ કરી તેના ઉપયોગ અંગે પણ સૂચન કરવામાં ઉપરાંત પોષણમાહની અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.

Related posts

સ્‍વાતંત્ર્ય પર્વે વલસાડ જિલ્લાના તબીબો પણ દેશભક્‍તિના રંગે રંગાયા, સ્‍વંય ગીતની રચના કરી સૈનિકોના પાત્રમાં સંઘર્ષ ગાથા રજૂ કરી

vartmanpravah

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

vartmanpravah

સેલવાસ આમલી રોડ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં ચાલકે કાર ઘુસાડી દીધી

vartmanpravah

ફૂડ પ્રોસેસિંગ સંલગ્ન નાના ઉદ્યોગ શરૂ કરવા સરકાર દ્વારા રૂા.3 કરોડ સુધી લોન સહાય અપાશે

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

Leave a Comment