Vartman Pravah
દીવ

દીવમાં હિન્‍દી દિવસ નિમિત્તે કલેક્‍ટર સભાખંડમાં રાજભાષા પ્રતિજ્ઞાનું વાંચન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14
આજરોજ દીવ જિલ્લામાં હિન્‍દી દિવસના અવસર પર કલેક્‍ટરાલયના સભાખંડમાં કલેક્‍ટર શ્રીમતી સલોની રાયે રાજભાષા પ્રતિજ્ઞાનું વાંચન કર્યુ હતું અને અધિકારીઓ અને કર્મચારીઓને તેનો ઉપયોગ, પ્રચાર અને પ્રસારને સંબંધિત કર્તવ્‍યો માટે શપથ લેવડાવવામાં આવ્‍યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતની બંધારણ સભા દ્વારા 14 સપ્‍ટેમ્‍બર, 1949ના દિવસને હિન્‍દી ભાષા ભારત ગણરાજ્‍યની અધિકૃત ભાષા માનવામાં આવે છે. હિન્‍દી ભારતની એક્‍તા અને અખંડતાની ઓળખ છે. વિવિધતામાં એક્‍તાનો સ્‍વર હિન્‍દીના માધ્‍યમથી ગુંજે છે. જેમાં આપણી સભ્‍યતા અને સંસ્‍કૃતિનો સમાવેશ થાય છે.
રાષ્‍ટ્રીય ભાષા હિન્‍દીની મહત્‍વતા જોતા તેમજ ભારતની રાજભાષા હોવાના કારણે ભારત સરકારના મંત્રાલયો, વિભાગો, અધિસૂચિત બેંકો, નિગમો, એકમો સરકારી અને બિન સરકારી સંગઠનો દ્વારા આના પ્રયોગ, પ્રચાર અને પ્રસાર માટે કાર્ય કરવામાં આવે છે. હિન્‍દી દિવસના અવસરે ભારત સરકારના તમામ સરકારી કાર્યાલયો, ખાનગી કાર્યાલયો, શૈક્ષણિક સંગઠનો, બેંકો, નિગમો અને એકમોના કર્મચારીઓ દ્વારા રાજભાષા પ્રતિજ્ઞા લેવા અને તેનું પાલન કરવા માટે શપથ લેવામાં આવી હતી.
આ અવસરે દીવ કલેક્‍ટરાલયના સભાખંડમાંકર્મચારીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે, ‘‘ અમે પોતે ઉદાહરણમય નેતૃત્‍વ અને નિરંતર દેખરેખથી, પોતાની પ્રતિબદ્ધતા અને પ્રયાસોથી, પ્રશિક્ષણ અને પુરસ્‍કારથી પોતાના સાથીઓમાં રાજભાષા અંગે પ્રેમની જ્‍યોત પ્રગટાવવાનો પ્રયાસ કરીશુ અને તેમને પ્રેરણા આપી પ્રોત્‍સાહિત કરીશું અને ગૌણ અધિકારીઓના હિતોને ધ્‍યાનમાં રાખીને અને તેના સંચાલનને વધુ કાર્યક્ષમ અને અસરકારક બનાવવા માટે, તે સત્તાવાર હિન્‍દી ભાષાનો ઉપયોગ, પ્રચાર અને પ્રસાર વધારશે અને સત્તાવાર ભાષાના પ્રચાર માટે હંમેશા જોરશોરથી અને સતત પ્રયાસો કરશે.
હિન્‍દી દિવસ નિમિત્તે દીવ જિલ્લાના વિવિધ વિભાગો, શૈક્ષણિક સંસ્‍થાઓ, બેંકો, દીવ નગરપાલિકા પરિષદ, જિલ્લા પંચાયત અને સંસ્‍થાઓમાં તેમજ દીવ જિલ્લાની સરકારી અને બિનસરકારી સંસ્‍થાઓમાં રાજભાષાના સંકલ્‍પ વાંચવામાં આવ્‍યા હતા અને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાજભાષા હિન્‍દીના પ્રચાર અને પ્રસાર માટે સતત પ્રયત્‍નો કરશે અને અન્‍ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરિત કરશે.
નોંધનીય છે કે, આ અવસરે ઘણા વિભાગો અને શૈક્ષણિક સંસ્‍થાઓ દ્વારા હિન્‍દી સપ્તાહ અને પખવાડિયાની ઉજવણી પણ કરવામાં આવી રહી છે જેમાં ભાષણ, નિબંધ, શબ્‍દભંડોળ શ્રુતલેખન અને મુસદ્દો અને નોંધ સ્‍પર્ધાઓયોજવામાં આવી રહી છે.

Related posts

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિતે ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં બ્રોન્‍ઝ મેડલ જીતી રચ્‍યો ઇતિહાસ વિશ્વ સ્‍તરે મેડલ જીતનાર બોક્‍સર સુમિત કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્‍યા

vartmanpravah

આજથી દમણમાં ધો.10 અને 1રની ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ : પ્રશાસન દ્વારા તૈયારી પૂર્ણ

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment