December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

વલસાડ વિધાનસભા મત વિસ્તારના 4, પારડીના 3 અને ધરમપુરના 2 બુથોની મુલાકાત લઈ માર્ગદર્શન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૦૬: ભારતના ચૂંટણી પંચ નવી દિલ્લી દ્વારા ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અન્વયે તા. 12/08/2022ના રોજથી શરૂ થયેલા કાર્યક્રમ અન્વયે તા.21/08/2022(રવિવાર), તા.28/08/2022 (રવિવાર), તા.04/09/2022(રવિવાર) અને તા.11/09/2022 (રવિવાર)ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ સંદર્ભે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગરના નિયામકશ્રી ડી.એન.મોદીની વલસાડ જિલ્લાના ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેમના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે તા.03/09/2022ના રોજ 16 કલાકે કલાકે વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, તથા તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીઓની સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. જેમાં તા.01.10.2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. 17-00 કલાકે વલસાડ જિલ્લાના રાજકીય પક્ષો સાથે બેઠક કરવામાં આવી હતી. વધુમાં તા.04/09/2022ના રોજ 179-વલસાડ વિધાનસભા મતદાર વિભાગમાં આવેલી 4 બુથોની, 180-પારડી વિધાનસભા મતદાર વિભાગના 3 બુથ તથા 178-ધરમપુર (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના 2 બુથોની મુલાકાત લઈ મતદાન મથક પર હાજર બુથ લેવલ ઓફિસરને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

Related posts

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

vartmanpravah

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

સાસરેથી પરત ઘરે જતી વખતે ચીખલી-વાંસદા માર્ગ ઉપર સ્‍કૂલ બસ સાથે અકસ્‍માત બાદ ટાયર ફરી વળતા યુવકનું સ્‍થળ ઉપર જ મોત

vartmanpravah

વાપી મોરાઈ હાઈવે ઉપર સ્‍ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ : ચાલકનો બચાવ

vartmanpravah

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

vartmanpravah

સેલવાસમાં શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા શ્રી સ્‍વામી સમર્થ મહારાજની જન્‍મજયંતિ ઉજવાઈ

vartmanpravah

Leave a Comment