(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વાપીના સમાજ સેવક કિરણ દિવાળીના તહેવાર એક મહિના પહેલા વાપીના અલગ અલગ કપડાં વિતરણ કર્યા હતા. કિરણ રાવલ દ્વારા છેલ્લા ઘણા સમયથી કપડા એકત્રિત કરવાનું કાર્ય ચાલુ હતું. કિરણરાવલે પોતાના ગ્રુપમાંથી આ લોકોના વપરાશમાં લેવાતા કપડાને એક જગ્યાએ એકત્ર કરી તેને વ્યવસ્થિત ધોવડાવી અને ત્યારબાદ ઈષાી કરી લોકો તહેવારોમાં પહેરી શકે એવા કપડાનું વાપીના સમાજ સેવકે કિરણ રાવલે લગભગ 1600 જોડી કપડાનું વિતરણ કર્યું હતું. કિરણ રાવલના મંતવ્ય મુજબ આપણે જરૂરિયાતમંદ લોકો નવા કપડા ખરીદીને આપી શકીએ એટલા સમર્થ નથી પરંતુ તહેવારમાં જરૂરિયાતમંદ પરિવારના લોકોને આપણા તરફથી જેટલી મદદ કરી શકાય એટલી કરવી જોઈએ. વાપીના સમાજ સેવક કિરણ રાવલ દ્વારા વાપી ટાઉનના અલગ અલગ વિસ્તાર તેમજ વાપીના ગીતાનગર વિસ્તાર તેમજ વાપી, કબ્રસ્તાન રોડ વિસ્તારમાં આ કપડા વિતરણ પ્રોગ્રામ કર્યો હતો. આ કપડા વિતરણમાં ઘણા અલગ અલગ પ્રકારના લેડીસના, પુરુષોના અને નાના બાળકોના કપડાનું વિતરણ છેલ્લા 4 દિવસથી કરવામાં આવ્યું હતું. વાપીના સમાજ સેવક કિરણ રાવલ આ સમાજ સેવાની પ્રવૃત્તિથી જરૂરિયાતમંદ લોકોના મોઢા પર અને નાના બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
