October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના સ્‍પોર્ટ્‍સ કોપ્‍લેક્ષ ખાતે ભૂલકા મેળો યોજાયો

બાળકોના વિકાસ અને શિક્ષણ અંગે વાલીઓ સાથે સંવાદ પણ કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લા આઈ.સી.ડી.એસ કચેરીના વલસાડ ઘટક-2 દ્વારા પ્રોગ્રામ ઓફિસર નિલમબેન પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘પા પા પગલી” પ્રોજેકટ અંતર્ગત ઘટક કક્ષાનો ભૂલકા મેળો-2024નું વલસાડ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વલસાડ તાલુકા પંચાયત વલસાડના કારોબારી સમિતિના સભ્‍યશ્રી આશિષભાઈ ગોહિલ દ્વારા સાંસ્‍કળતિક ક્રાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષ ઘટક કક્ષાના ભૂલકા મેળામાં શિક્ષણમાં સર્જનાત્‍મકતા દ્વારા સાંસ્‍કળતિક ક્રાર્યક્રમમાં બાળવાર્તા, બાળગીત, વેશભૂષા, અભિનય વાર્તાનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત આંગણવાડી કાર્યકર દ્વારા તેઓના શિક્ષણમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક સાધન (વ્‍.ન્‍.પ્‍) બનાવી તેનું પ્રદર્શનકરવામાં આવ્‍યું હતું. આ વ્‍.ન્‍.પ્‍ બાળકોના સર્વાગી વિકાસને ધ્‍યાને રાખી સ્‍થાનિક રીતે ઉપલ્‍બ્‍ધ સાધન સામગ્રી લો કોસ્‍ટ અને સરળતાથી બનાવી શકાય તથા બાળકોને શીખવવામાં ઉપયોગ કરી શકાય તેવા રજૂ કરવામાં આવી હતી.
બાળકોની સાંસ્‍કળતિક કળતિ તથા વ્‍.ન્‍.પ્‍ માં સર્વશ્રેષ્ઠ કળતિઓને શિક્ષણ નિર્ણાયક ટીમના તાલીમ ભવનના અધ્‍યાપક પન્નાબેન, ઉર્મિલાબેન ગામિત તેમજ પ્રાથમિક શાળાના શિક્ષક પૂર્ણિમાબેન પારેખ, આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત વલસાડના ભ્‍.લ્‍.ચ્‍. ઈન્‍સ્‍ટ્રકટર રૂપાલીબેન પાટિલ દ્વારા પ્રથમ, દ્વિતિય, તૃતિય નંબર આપવામાં આવ્‍યા તથા સાંસ્‍કળતિક ક્રાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભૂલકાઓને પ્રોત્‍સાહન મળી રહે તે હેતુસર તેઓને ઈનામ આપવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ વાલીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્‍યો હતો જેમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને બાળકોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિપોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

ચીખલી પોલીસે ખાંભડા નહેર પાસેથી કુસકીની આડમાં દારૂ લઈ જતો ટેમ્‍પો ઝડપ્‍યોઃ એકની ધરપકડ, બે વોન્‍ટેડ

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment