October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં દિવાળી પર્વમાં આક્‍સ્‍મિક બનાવો રોકવા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ દ્વારા સૂચનો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: વલસાડ જિલ્લામાં આગામી દિવાળીના પર્વ નિમિત્તે કોઈ આકસ્‍મિક ઘટના, આગના બનાવો કે અન્‍ય અનિચ્‍છનિય બનાવ ન બને તેમજ લોકોની સલામતી જળવાઈ રહે તે માટે ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલના મામલતદારે જરૂરી સૂચનાઓ આપી છે. આ સૂચનાઓનો અમલ ગ્રામ્‍ય, નગરપાલિકા અને મ્‍યુનિસિપલ વિસ્‍તારોમાં કરવાનો રહેશે. જે નીચે મુજબ છે,
(1) જ્‍યારે પહેરેલા કપડાં આગમાં લપેટાય તો ફટાકડાને દુર કરો અને જમીનપર આળોટો, જો આગ બુઝાવી ન શકાય તો અસરકર્તાને બ્‍લેન્‍કેટમાં વીંટાળો.
(2) દાઝેલી જગ્‍યા ઉપર ઠંકુ પાણી નાખો. જ્‍યાં સુધી બળતરા ચાલુ રહે ત્‍યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો, દાઝેલી જગ્‍યા ઉપર ચોખ્‍ખું કપડું, સ્‍ટરીલાઈઝ્‍ડ બેન્‍ડેજ બાંધવું. યોગ્‍ય સારવાર માટે વહેલી તકે ડોક્‍ટરનો સંપર્ક કરવો.
(3) દિવાળીના તહેવાર દરમિયાન આગના કિસ્‍સામાં ફાયર બ્રિગેડને 101 પર કોલ કરો.
(4) ઈમરજન્‍સી માટે પાણીની ડોલ તથા રેતી ભરેલી ડોલ હાથવગી રાખો. તારામંડળ જેવા ફટાકડાને ઉપયોગ બાદ ડોલમાં જ ફેંકો ગમે તેમ ફેંકવા નહીં તેમજ ખિસ્‍સામાં ફટાકડા રાખવા નહિં
(5) ખાતરી કરો કે તમારું બાળક તમારી દેખરેખ હેઠળ ફટાકડા ફોડે છે. બાળકોનું વિશેષ ધ્‍યાન રાખો. ફટાકડા વડીલોની હાજરીમાં જ ફોડો
(6) લાંબા અને ઢીલા કપડા પહેરવાનુ ટાળો કારણ કે તેમાં આગ લાગવાની શકયતા છે. તેના બદલે, ફીટ કરેલા કોટનના કપડા પહેરો. બહાર સિલ્‍ક અને સિન્‍થેટિક ફેબ્રિક ન પહેરો. ચોંટી ગયેલા કપડાંને ખેંચીને કાઢવાનો પ્રયત્‍ન કરશો નહિં.
(7) ગીચ, સાંકડી જગ્‍યા, ઘરમાં કે વાહનોમાં ફટાકડા ફોંડવા નહીં, વધુ અવાજ માટે ટીનના ડબ્‍બામાં, કાચની શીશીમાં, માટલામાં કે અન્‍ય અખતરાથી ફટાકડા ફોડવા નહિં
(8) ફૂટયા વગરના ફટાકડાનેચકાસવું નહિં, હાથમાં ફટાકડાં ફોડવા નહિ.
(9) ફટાકડાને કારણે આંખને ઈજા પહોંચે તો આંખ મસળવું નહિં તથા આંખમાં ખુંચી ગયેલી વસ્‍તુને ખેંચવાનો પ્રયત્‍ન કરવો નહિં.
(10) આંખમાં કેમિકલ પડવાના કિસ્‍સામાં આંખને ઠંડા પાણીથી 10-15 મિનિટ સુધી ધોવું અને તરત આંખના ડોક્‍ટરની સલાહ લેવી.
-000-

Related posts

દમણ જિલ્લા આંતરશાળા ખો-ખો સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ શાળા વિજેતા બની

vartmanpravah

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah

વાપી જીઆઈડીસી સ્‍થિત એલ્‍યુર ગિફટ રેપ્‍સ કંપનીમાં મહિલા કામદારોનો નોકરી-પગાર માટે હંગામો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

કલાકાર પોતાના સ્‍વાભિમાન સાથે થતી જરા સરખી પણ છેડછાડ બરદાસ્‍ત નહી કરે : કરન જાદુગર

vartmanpravah

વાપી ગુંજનમાંથી ફોન સ્‍નેચિંગ કરતા બે લબર મુછીયા ઝડપાયા : મોપેડ અને ત્રણ મોબાઈલ પોલીસે જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment