(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વાપી વોર્ડ નંબર (8)માં માઁ મહાકાળી સાર્વજનિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાપીશહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકુર, વાપી નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, મહેશભાઈ શાહ, પ્રદીપભાઈ શાહ હાજરી આપીને આરતીનો લાભ લીધું અને ફુલનો બુકે આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું. આવતીકાલે તા.05/11/2024 મંગળવારના રોજ મહાપ્રસાદનું આયોજન વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન થાય તેવું જાહેર કરવામાં આવ્યું હતું.
