(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવાળીના નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માનનીય કલેકટર શ્રી વલસાડ જિલ્લા એ. એન. દવે સાહેબને શ્રી રામજી ભગવાનની કલાકળતિ વાળી છબી વિશ્વ હિંદુ પરિષદ વલસાડ જિલ્લા અધ્યક્ષ પિયુષભાઈ શાહ, વલસાડ જિલ્લા ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ પાયક, વલસાડ જિલ્લા ગૌ રક્ષા અધ્યક્ષ અંકિતભાઈ શાહ, વલસાડ પ્રખંડ અધ્યક્ષ સોહનભાઈ રબારી, રાજેશભાઈ નાવી, ગૌતમભાઈ કિતાવત દ્વારા ભેટ કરવામાં આવી હતી.
