October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાલા નેશનલ હાઈવે પર અજાણ્‍યા વાહન અડફતે વસુધારા ડેરીમાં સિકયુરિટી તરીકે ફરજ બજાવતા ગાર્ડનું મોત નીપજ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.26: વસુધારા ડેરી કેમ્‍પસમાં રહી સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેન્‍દ્ર દુબેને અજાણ્‍યા વાહને હાઈવે પર અડફતે લેતા મોત નીપજ્‍યું હતું.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર આલીપોર વસુધારા ડેરી કેમ્‍પસમાં રહી સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મહેન્‍દ્ર રમાકાન્‍ત દુબે (ઉ.વ-42) (હાલ રહે.વસુધારા ડેરી કેમ્‍પસ તા.ચીખલી) (મૂળ રહે.જોનપુર યુ.પી) જે સાંજના સમયે ડેરીની સામે આવેલહોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા. દરમ્‍યાન કોઈ અજાણ્‍યા વાહન ચાલકે અડફતે લેતા ગળાના ભાગે તથા ડાબા હાથના ખભા પર તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્‍પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવની ફરિયાદ મરનારના પુત્ર આશિષ દુબે એ કરતા વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ-સમીર.જે.કડીવાલા કરી રહ્યા છે.

Related posts

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણોની આકરણી માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્‍પિકરના જાહેરનામાનો વિરોધ કરાયો

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

Leave a Comment