Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણના મગરવાડા ખાતે દુધી માતા મંદિર પરિસરમાં વિશ્વ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના દરબારમાં ઉમટેલો માનવ મહેરામણ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલ, સરપંચો, જિલ્લા પંચાયતના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં રહેલી ભાવિક ભક્‍તજનોની ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : દમણના મગરવાડા ગામ ખાતે નવનિર્મિત દેવાલયમાં ભગવાન શિવ પરિવારની નૂતન મૂર્તિઓના યોજાઈરહેલા પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપક્રમે આજે સવારે દુધી માતાની આરતી તથા પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને બપોરે વિશાળ જળયાત્રા અને સાંજે લોકડાયરો અને સંતવાણીએ લોકોના મન મોહી લીધા હતા. વિશ્વ પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારી અને તેમના ગ્રુપે રજૂ કરેલા અનેક ભજનો અને કૃતિઓના કારણે સમગ્ર દમણ ભક્‍તિમય બની ગયું હતું. આજે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન પટેલ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, સરપંચો, જિલ્લા પંચાયતના સભ્‍યો સહિત મોટી સંખ્‍યામાં ભાવિક ભક્‍તજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આવતી કાલે ત્રીજા દિવસે વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી ભરતભાઈ વ્‍યાસ દ્વારા તેમની અમૃત વાણીમાં શિવશક્‍તિ મહિમાનું રસપાન કરાવવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પ્રથમ દિવસ સોમવારે સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાની દ્વારા નવનિર્મિત ભવ્‍ય શિવ મંદિરનું મહત્‍વ તથા શિવભક્‍તિ મહિમાનું રસપાન કરાવવામાં આવ્‍યું હતું.

Related posts

લો..હવે..ઘરફોડ ચોરી બાદ વાહનોનો વારો: પારડી નગર પાલિકાના ત્રણ વાહનોમાંથી બેટરી ચોરાઈ

vartmanpravah

સાવધાન…! સેલવાસના ભુરકુડ ફળિયામાં એક ઘરમાં કુરિયર બોયના વેશમાં આવેલ વ્‍યક્‍તિએ હથિયારની અણીએ યુવાનને બંધક બનાવી રોકડ અને દાગીનાની ચલાવેલી લૂંટ

vartmanpravah

રમઝાન ઈદ અને રામ નવમીના તહેવારની શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પારડી પોલીસ સ્‍ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપી ચલા મહાલક્ષ્મીનગર કોમન પ્‍લોટ ઉપર અજાણ્‍યા લોકોની ફેન્‍સિંગ કરી પચાવી પાડવાની કરેલી કોશિષ

vartmanpravah

વલસાડ ધારાસભ્‍ય ભરતભાઈની કથિત વિરુદ્ય ડીએસપીમાં રાવ

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

Leave a Comment