April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

બલીઠા ચેકપોસ્‍ટ પાસેથી વેફર-ચીપ્‍સ બોક્ષની આડમાં રૂા.ર.રપ લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

ટ્રક ચાલક આરોપી શશીકાંત શિવશંકરની અટકઃ એક વોન્‍ટેડ
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.રર
વાપી બલીઠા ચેકપોસ્‍ટ પાસેથી ટાઉન પોલીસ રૂા. ર.રપ લાખનો દારૂનો જથ્‍થો ભરી સુરત જઈ રહેલી ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ટાઉન પોલીસને મળેલી બાતમી મુજબ ગતરોજ બલીઠા ચેકપોસ્‍ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન દમણ તરફથી આવી રહેલી ટ્રક નં.જીજે-1પ-એટી-0831ને અટકાવી પોલીસે ચેકીગ કરી હતી. ટ્રકમાં ઓલ્‍ડ ટાઈપ ઓફ વેફર એન્‍ડ ચીપ્‍સના બોક્ષોમાં દારૂનો જથ્‍થો મળી આવ્‍યો હતો. બોટલ નં.4572 કિ.ર.રપ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ટ્રક ચાલક શશીકાંત શિવશંકરસિંગની અટક કરી પૂછપરછ કરતા તેણે જણાવ્‍યું હતું કે જથ્‍થો સુરત પહોંચાડવાનો હતો. પોલીસે ગુનો નોંધી જથ્‍થો ભરાવનારને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.

Related posts

દાનહ જિ.પં.ના સભાખંડમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિઓને ઘન કચરા વ્‍યવસ્‍થાપનની આપેલી સમજ

vartmanpravah

સરીગામ ખાતે ત્રિરંગા રેલી યોજાઈ

vartmanpravah

લીગલ સર્વિસ ઓથોરિટી દમણ અને એડવોકેટ બાર એસો.ના સહયોગથી દમણવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

Leave a Comment