Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનઃ ધરમપુર, કપરાડા, પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.29: સ્‍વચ્‍છ ભારત મિશન-(ગ્રા) યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા તા. 15મી સપ્‍ટેમ્‍બર થી તા.15મી ઓક્‍ટોબર 2023 સુધી સ્‍વચ્‍છતા માસની ‘‘ગાર્બેજ ફ્રી ઈન્‍ડિયા”ની થીમ સાથે શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત ધરમપુરના કેણવળી ગામમાં હેન્‍ડ વોશ, મામાભાચા ગામમાં સ્‍વચ્‍છતા જાગૃતિ, કપરાડા તાલુકાના ઓઝર ગામમાં ડ્રોઈંગ સ્‍પર્ધા, સ્‍વચ્‍છતા જાગૃતિ અને સ્‍વચ્‍છતાના શપથ લેવામાં આવ્‍યા હતા. પારડી તાલુકાના રોહિણા ગામમાં સ્‍વચ્‍છતા રેલી, સ્‍વચ્‍છતા અંગેના શપથ, સાફ સફાઈ, ચિત્રકામ અનેસ્‍વચ્‍છતા અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ટુકવાડા ગામમાં સ્‍વચ્‍છતાના શપથ લેવાયા હતા. વાપી તાલુકાના છીરી ગામમાં સ્‍વચ્‍છતા જાગૃતિ અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સુકા અને ભીના કચરાના ડબ્‍બાઓના ઉપયોગની સમજ હેતુ ‘‘હરા ગિલા સુખા નીલા” ઝુંબેશ રૂપે સ્‍વચ્‍છતાની પ્રવૃત્તિનું આયોજન ગ્રામ પંચાયત કક્ષાએ ગાર્બેજ ફ્રી ગ્રામ પંચાયત બનાવવા તમામ ગ્રામજનોને ‘‘સ્‍વચ્‍છતા હી સેવામાં” સહયોગ અને શ્રમદાન આપવા અનુરોધ કરાયો હતો.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

કૃષિ કાયદાના વિરોધમાં ભારત બંધને સમર્થન આપવા જતા પાંચ જેટલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કરી ચીખલી પોલીસ મથકે લવાયા

vartmanpravah

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

vartmanpravah

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાનો સેમિનાર યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

vartmanpravah

Leave a Comment