April 26, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

રાષ્ટ્રને મજબૂત કરવા માટે શિક્ષણ જરૂરી છે અને તેથી જ તમામ શાળાઓને ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છેઃ પાણી પુરવઠા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

વલસાડઃ તા. ૨૫: વલસાડ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી માહિતી બ્‍યુરો, વલસાડઃ તા. ૨૫: વલસાડ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં ૨૦૧૭ના વર્ષમાં ફિક્‍સ પગારે ભરતી થયેલા વિદ્યાસહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થતાં તેમને પુરા પગારના હુકમ એનાયત કરવાનો કાર્યક્રમ કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો) નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજયકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને સરસ્‍વતી ઇન્‍ટરનેશનલ સ્‍કુલ, અબ્રામા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્‍તે ૩૪ પ્રાથમિક શિક્ષકોને પુરા પગારના હુકમો એનાયત કરાયા હતા. જેમાં પારડી તાલુકાના ૦૧, ધરમપુર તાલુકાના ૦૧, કપરાડા તાલુકાના ૨૭ અને ઉમરગામ તાલુકાના ૦૫ શિક્ષકોનો સમાવેશ થાય છે. ગાંધીનગરથી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલા રાજ્‍યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્‍યું હતું.

આ અવસરે પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઇ ચૌધરીએ પૂર્ણ પગાર મેળવનારા શિક્ષકોને શુભકામનાઓ પાઠવતાં જણાવ્‍યું હતું કે, રાષ્ટ્રને મજબૂત કરવા માટે શિક્ષણ જરૂરી છે. આજે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ સમગ્ર રાજ્‍યમાં યોજાયેલા કાર્યક્રમના ભાગરૂપે વલસાડ જિલ્લાના શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો વિતરણ કરાયા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્‍યું હતું કે, લાંબા સમયથી વતનથી દૂર નોકરી કરતા શિક્ષકોની બદલી સહિત વિવિધ સમસ્‍યાનું નિવારણ કરવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. પ્રાથમિક શાળાના બાળકોને વધુ સારું શિક્ષણ મળે તે માટે બનાવાયેલી નવી શિક્ષણ નીતિની જાણકારી આપવા માટે શિક્ષકોને યોગ્‍ય તાલીમ આપવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ થકી બાળકોમાં સારા સંસ્‍કાર શિસ્‍તતાના આવે છે. તમામ શાળાઓને ભૌતિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. આ અવસરે સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, વલસાડ ધારાસભ્‍ય ભરતભાઇ પટેલ  અને ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં પૂર્ણ પગાર હુકમ મેળવેલા શિક્ષકોને અભિનંદન પાઠવ્‍યા હતા. આ અવસરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયાએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉન્‍નતિ દેસાઈએ એ જ્‍યારે આભારવિધિ નાયબ શિક્ષણાધિકારી તેજલબેન રાવે એ આટોપી હતી. આ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનહરભાઈ પટેલ,  તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, સરસ્‍વતી સ્‍કૂલના આચાર્ય સહિત શિક્ષકો, શિક્ષણ સમિતિ સભ્‍યો, વિદ્યાસહાયકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

Related posts

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીથી “મેરા બિલ, મેરા અધિકાર” યોજના ખુલ્લી મુકી

vartmanpravah

‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’માં મોટી દમણના શહેરી વિસ્‍તારના અનેક લોકોએ લીધેલો લાભ : કેન્‍દ્ર સરકારની વિવિધ કલ્‍યાણકારી યોજનાઓનો લાભ લેવા ન.પા. પ્રમુખ અસ્‍પી દમણિયાનો અનુરોધ

vartmanpravah

ખાનવેલના ડેપ્‍યુટી કલેક્‍ટર પદે નવનિયુક્‍ત આઈ.એ.એસ. અધિકારી પ્રિયાંક કિશોરની વરણી

vartmanpravah

સેલવાસ બાવીસા ફળિયા ખાતે આવેલ મદ્રેસામા મૌલાના વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં સમગ્ર દેશ માટે મોડેલ બનવાની ક્ષમતા : નીતિ આયોગના સભ્‍ય અને ટીમનું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment