(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાના રાનકુવા, તલાવચોરા, દેગામ, મલિયાધરા, હોન્ડ, વંકાલ, રાનકુવા, મજીગામ સહિતના કેટલાક વિસ્તારમાં સવારના સમયે અચાનક ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. અને કેટલાક વિસ્તારમાં તો વીસેક મિનિટથી વધુ સમય ધીમીધારે વરસાદ વરસતા માર્ગો ભીંજાય ગયા હતા.
તાલુકામાં ચાલુ સિઝને કેરીનો પાક ઓછો છે અને કેરીની સિઝન પણ મોડી છે. તેવામાં વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતા વધવા પામી હતી. આ ઉપરાંત તાલુકામાં બહારથી કામ કરવા આવેલા શ્રમિકો કે જેઓ ખુલ્લા પડાવમાં રહેતા હોય તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે વરસાદ બાદ પણ તાલુકામાં ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો હતો. ગરમીમાંથી ખાસ રાહત થઈ ન હતી.