Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

(…ગતાંકથી ચાલુ)
દાદરા નગર હવેલી સંગ્રામના નિર્ણયની સાથે જ તે કોના નામથી કરવો એની ચર્ચા આ બેઠકમાં થઈ. આ બેઠકમાં ભાગ લઈ રહેલા વિશ્વનાથ લવંદે કોંગ્રેસના હતા તો નાના કાજરેકર અને સુધીર ફડકે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના હોવા છતાં રાજકીય પક્ષ હિંદુ મહાસભા સાથે સંકળાયેલા હતા. છેવટે કોઈપણ રાજકીય પક્ષને બદલે આ સંગ્રામ આઝાદ ગોમાંતક દળના નામથી કરવો એવોનિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્‍યો તથા વિશેષ કરીને ટિળક પુણ્‍યતિથિનો દિવસ એટલે 1 ઓગસ્‍ટ કાર્ય સંપન્નતા માટે નિર્ધારિત કરવામાં આવ્‍યો.
આગળનું પગલું હતું આ યોજના કાર્યરત બનાવવા માટે આવશ્‍યક તૈયારી કરવાનું. યોજના સશષા સંગ્રામની હતી. લશ્‍કર કે યુદ્ધનું કોઈપણ પ્રકારનું જ્ઞાન ન હોય તેવું અત્‍યંત ઓછું માનવબળ તેમજ સાધનસામગ્રી અને તંત્રજ્ઞાનના સંપૂર્ણ અભાવની પરિસ્‍થિતિમાં આ શૂરવીરો માતૃભૂમિને મુક્‍ત કરવા નીકળ્‍યા હતા, અને સામે હતો 300 જેટલા સૈન્‍ય સાથે વિપુલ શષાસામગ્રી ધરાવતો પોર્ટુગીઝ જેવો શત્રુ. પરંતુ આ યુવાનો દુર્ગમ્‍ય ઇચ્‍છાશક્‍તિ અને પ્રખર દેશભક્‍તિના આધારે ગમે તે પડકારનો સામનો કરવા તૈયાર હતા. આવશ્‍યકતા હતી દેશપ્રેમી, સાહસિક અને ધ્‍યેયનિષ્‍ઠ સાથીદારો શોધવાની, શષાસામગ્રી મેળવવાની તથા સમગ્ર યોજનાના આરંભ અને સંચાલન માટે ધન એકઠું કરવાની.
આ સંદર્ભમાં માર્ગદર્શન અને આશીર્વાદ મેળવવાના હેતુથી શ્રી વાકણકર રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના તત્‍કાલીન સરસંઘચાલક પરમ પૂજનીય શ્રી ગુરૂજીને મળ્‍યા. તે વખતના પૂજનીય શ્રી ગુરૂજીના શબ્‍દો પ્રત્‍યેક સ્‍વયંસેવક તથા કોઈપણ યોજનાનું નેતૃત્‍વ કરતા લોકો માટે દીવાદાંડી સમાન છે. શ્રી વાકણકરજી પાસેથી આ યોજનાની માહિતી મેળવ્‍યા પછી તેમણે કહ્યું, ‘તમારું પ્રત્‍યેક કાર્યસ્‍વયંસેવકો માટે ગૌરવાસ્‍પદ હોવું જોઈએ. તેમ જ કાર્ય યોજના વખતે પૂર્ણ તૈયારી તથા કાર્યસફળતા સમયે પૂર્ણ અલિપ્તતા હોવી જોઈએ.’
પરમ પૂજનીય શ્રી ગુરૂજીની આ સોનેરી સલાહ અને સંગ્રામની આવશ્‍યકતાઓને ધ્‍યાનમાં રાખીને રાજા વાકણકરે ત્‍યાંના અગ્રગણ્‍ય નાગરિકોની મુલાકાત લેવાની શરૂઆત કરી. આ યોજનામાં અનેક લોકોની અનેક રીતે આવશ્‍યકતા પડવાની હતી. શષાો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું. તો યોજનાના પૂર્ણ ખર્ચ માટે આવશ્‍યક ધન ઉપલબ્‍ધ કરવું એ પણ એટલું જ અઘરૂં કામ હતું. શષાો અને ધનની ઉપલબ્‍ધિ પછી પ્રત્‍યક્ષ ચઢાઈ માટેની વ્‍યૂહરચના તૈયાર કરવાના હેતુથી તે પ્રદેશ અને ત્‍યાંની પરિસ્‍થિતિનું નિરીક્ષણ અને પરીક્ષણ કરવું એ કામ પણ ખુબ જ સૂઝબૂઝ અને હિંમત માગી લેનારું હતું. શ્રી વાકણકરને આ ઉમદા કાર્ય માટે નાના મોટા અનેક લોકોનો સાથ સહકાર મળતો રહ્યો. તેમાં જેમને અત્‍યંત સામર્થ્‍યવાન કહી શકાય એવી વ્‍યક્‍તિઓ હતી એક શ્રી સુધીર ફડકે અને બીજા નાના કાજરેકર.
શ્રી સુધીર ફડકેનું નામ તે સમયે સંગીત દિગ્‍દર્શન ક્ષેત્રમાં ગાજતું થયું હતું. રાષ્‍ટ્રવાદનાં મૂલ્‍યોનો અભ્‍યાસ, ત્‍યાગ, હિંમત, તે માટે આવશ્‍યક સંગઠન, વ્‍યક્‍તિગત કામોનેબદલે દેશહિતના કાર્યને પ્રાથમિકતા આપીને તે અતિશય ચીવટપૂર્વક કરવાની ઇચ્‍છા, આ બધા ગુણોને કારણે આ સંગ્રામમાં ખૂબ મોટી જવાબદારી નિભાવવાની તેમની ક્ષમતા હતી અને તે તેમણે નિભાવી પણ ખરી.
રાજા વાકણકરની સાથે જ યોજનાના અન્‍ય મહત્ત્વના સાથીદર શ્રી ત્ર્યંબક ભટ્ટે સંગ્રામની આવશ્‍યકતાઓ ધ્‍યાનમાં રાખીને ફેબ્રુઆરી ’54માં પુણેની મુલાકાત લીધી. ત્‍યાં તેઓ શ્રી વિનાયકરાવ આપ્‍ટે, શ્રી જયંતરાવ ટિકળ (શ્રી લોકમાન્‍ય ટિળકના દૌહિત્ર) અને શ્રી નાના કાજરેકરને મળ્‍યા. આ ત્રણેની મુલાકાતનું ધ્‍યેય એક જ હતું પરંતુ ત્રણેય પાસેથી જે અપેક્ષિત હતું તે પૂર્ણપણે એકબીજાથી જુદું હતું. શ્રી આપ્‍ટેજી પાસેથી મનુષ્‍યબળ મેળવવાનું હતું તો શ્રી જયંતરાવ પાસેથી ધન.
શ્રી ભટ્ટ અને આપ્‍ટેજીની પ્રદીર્ઘ મુલાકાત દરમિયાન આપ્‍ટેજીએ ગોવામાં ચાલતી ‘ગોવામુક્‍તિ ચળવળ’નું સ્‍વરૂપ અને તેનો દાદરા નગર હવેલી સાથેનો સંબંધ ખૂબ ઝીણવટથી સમજી લીધો. તો પુણેમાંથી શું અને કેટલું પ્રાપ્ત થઈ શકે તેનો અંદાજ શ્રી ભટ્ટે મેળવ્‍યો. આ મુલાકાતના ઉપલબ્‍ધ અહેવાલ અનુસાર શ્રી આપ્‍ટેએ તે સમયે કોઈ નિヘતિ આશ્વાસન તો આપ્‍યું નહીં. પરંતુ તેમણે જે જવાબ આપ્‍યો તેનો આશય એ હતો કે કોઈપણ સત્‍કાર્ય માટે શક્‍ય એટલી તમામ મદદ કરવામાં કોઈ વાંધો હોઈ શકે નહીં. આ મુલાકાતસમયે શ્રી ભટ્ટ 28 વર્ષના નવયુવાન હતા તો આપ્‍ટેજી તેમનાથી બમણી ઉંમરના હતા. સશષા સંગ્રામની વાત કરનાર આ સાહસિક યુવાનને પ્રતિસાદ આપતી વખતે આપ્‍ટેજીએ ઘણો વિચાર કર્યો હશે. યુવાનોની સાહસી યોજનામાં તેમને દરેક રીતે પીઠબળ પૂરૂં પાડવું જોઈએ પણ તે સાથે જ એ યોજનામાં કોઈ દોષ કે ઉણપ હોય તો તેને દૂર કરવા માટે આવશ્‍યક સાવધાની રાખવાની પૂરી કાળજી તેમણે લીધી હોય તેમ જણાય છે.
શ્રી વિનાયકરાવ આપ્‍ટે પોતે અજોડ વ્‍યક્‍તિત્‍વ ધરાવતા હતા. સંઘચાલની જવાબદારી નિભાવથી વ્‍યક્‍તિ કેવી હોવી જોઈએ તે સમજાવવા માટે શ્રી વિનાયકરાવનું ઉદાહરણ અપાતું. 1954ના આ અભિયાનમાં પુણેના સ્‍વયંસેવકોએ અત્‍યંત મહત્ત્વનો ભાગ ભજવ્‍યો. એમાંથી મોટાભાગના યુવાનો તો પાંચથી દસ કલાકની જ પૂર્વસૂચનાથી નીકળ્‍યા હતા. આ યુવાનો આટલા ઓછા સમયમાં કેવી રીતે નીકળ્‍યા અને તેમની તૈયારી કેવી હતી એનો અંદાજ તે સમયના પુણેના સંઘકાર્યની માહિતી પરથી જાણી શકાય છે અને સંઘનું કાર્ય જોતાં શ્રી વિનાયકરાવ કેવા હતા તે સમજવું સહેલું બને છે.

(ક્રમશઃ)

Related posts

સેલવાસની લાયન્‍સ સ્‍કૂલમાં હાર્દિક જોશી દ્વારા લેવાયેલી કરાટે એક્‍ઝામ

vartmanpravah

શ્રી વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા દશેરા પર્વે શષા પૂજા અને સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

નેશનલ મેથ્‍સ ઓલિમ્‍પિયાડમાં સલવાવ ગુરુકુળની વિદ્યાર્થીની એકાંક્ષી રાય વિનર બની

vartmanpravah

Leave a Comment