December 3, 2024
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

વાત છે તક્ષશિલા વિશ્વવિદ્યાલયની.
કહેવાય છે કેભગવાન શ્રી રામચંદ્રના ભાઈ ભરતના પુત્ર તક્ષે પાકિસ્‍તાનમાં રાવલપિંડીથી 18 માઈલ ઉત્તરે તક્ષશિલા શહેરની સ્‍થાપના કરેલી. આશરે ઈસવી સન પૂર્વે સાતમી સદીમાં આ શહેરમાં વિશ્વની સૌ પ્રથમ યુનિવર્સિટી નિર્માણ પામી હતી. આ વિશ્વવિદ્યાલયમાં દશ હજારથી પણ વધુ ભારત ઉપરાંત વિશ્વભરના ખાસ કરીને ગ્રીસ, ચીન અને મધ્‍ય એશિયાથી વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે આવતાં, જેમાં 60થી વધુ વિષયો ભણાવવામાં આવતા હતા. અહીંના મહત્ત્વના અભ્‍યાસક્રમોમાં વેદવેદાંત, અષ્ટાદશ વિદ્યા, તત્ત્વજ્ઞાન, વ્‍યાકરણ, અર્થશાષા, રાજકારણ, યુદ્ધ, શષાસંચાલન, જ્‍યોતિષ, આયુર્વેદ, લલિત કળા, હસ્‍તકલા, અશ્વશિક્ષણ, મંત્રશિક્ષણ, વિવિધ ભાષાઓ, હસ્‍તકલા વગેરેનો સમાવેશ થાય છે.
તે સમયના તબીબી વિજ્ઞાનનું એકમાત્ર અગ્રણી કેન્‍દ્ર તક્ષશિલા હતું. અહીંના સ્‍નાતકો મગજની અંદર અને આંતરડાના ઓપરેશન પણ ખૂબ જ સરળતાથી કરી શકતા હતા. ઘણા અસાધ્‍ય રોગોની સારવાર પણ સરળ અને સુલભ જડીબુટ્ટીઓ દ્વારા કરવામાં આવતી હતી. આ ઉપરાંત તે સ્‍નાતકોને ઘણી દુર્લભ વનસ્‍પતિઓનું પણ જ્ઞાન હતું. ‘તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાંથી સ્‍નાતક થવું એ તે સમયે ખૂબ જ ગર્વની વાત માનવામાં આવતી હતી.
તક્ષશિલા વિશ્વવિદ્યાલય, તેના પ્રતિષ્ઠિત શિક્ષકો અને વિદ્વાનો માટે પ્રસિદ્ધ હતી. આ વિદ્યાલયે અર્થશાષાી ચાણક્‍ય, ચરકસંહિતાના લેખક ચરક, વ્‍યાકરણશાષાી પાણિની, બૌદ્ધ તત્ત્વચિંતક વસુબંધુ અને નાગાર્જુન, ખગોળશાષાી આર્યભટ્ટ અને વરાહમિહિર જેવાં અનેક વિદ્વાનો ઉપરાંત મૌર્ય સામ્રાજ્‍યના સ્‍થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, સમ્રાટ અશોક, કુશાન સમ્રાટ કનિષ્‍ક જેવાં કુશળ રાજવીઓની વિશ્વને અનોખી ભેટ આપી છે.
આヘર્યની વાત તો એ હતી કે આવી કેટકેટલી સિદ્ધીઓને સાકાર સ્‍વરૂપ આપનાર આ વિશ્વવિદ્યાલયના કુલપતિને એક વખત, એક સ્‍થાનિક વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી!
ફરિયાદ હતી વિદ્યાલયના બેચાર વિદ્યાર્થીઓએ તે વૃદ્ધાના ખેતરના સેઢા પર વાવેલાં તુવેરના છોડ પરથી બે-ચાર તુવેરની સિંગ ખાધાની!
અનેકવિધ કાર્યક્રમોમાં અતિ વ્‍યસ્‍ત કુલપતિને આવી ક્ષુલ્લક ફરિયાદથી અણગમો પેદા થાય તે સ્‍વાભાવિક હતું. તેઓ મનમાં થોડું સમસમી પણ ઉઠયા. વૃદ્ધાને તે કુલપતિ કાંઈ સાંત્‍વના આપે તે પહેલાં જ તે વૃદ્ધાએ તેની ફરિયાદને વધુ મજબૂત બનાવતા કહ્યું, ‘બે-ચાર તુવેરની સિંગથી હું કાંઈ ગરીબ નથી થઈ જવાની! મારી પાસે માંગ્‍યું હોત તો મારાં આખા ખેતરનું અનાજ આપી દેત!
‘તો તમને વાંધો શાનો છે?’ ઉગ્રતાને દબાવી ખૂબ જ નમ્રભાવે કુલપતિએ કારણ પૂછ્‍યું.
‘મને વાંધો એ છે કે દુનિયામાં પ્રસિદ્ધિ પામેલી આ વિદ્યાલયમાં કેટલાં ઉચ્‍ચ સંસ્‍કાર અપાય છે?’ સો ટચનું સોના જેવાં અહીંનાવિદ્યાર્થીઓ બધે પંકાય. તેઓ તો દુનિયાના પ્રેરણા આપનારા છે. એ બધાં અને આપ સૌ આચાર્યો માટે મને ખૂબ માન છે! હું તો તમારાં સૌની પ્રશંસા કરતી થાકતી નથી. પણ ભારતની આ ગૌરવશાળી વિદ્યાલયના વિદ્યાર્થીઓનું આ સામાન્‍ય લાગતું અપકૃત્‍ય લાંછન રૂપ છે. આ કૃત્‍ય કેસરિયા દૂધમાં માખી સમાન છે. ગંદા કપડાનો ડાઘ કોઈને ન દેખાય, પણ હંસ જેવાં ઉજળા મખમલી વષા પર નાનો ડાઘ પણ નોંધપાત્ર બની જાય! મને તો એ ચિંતા છે કે આપણી આ વિદ્યાલયની કીર્તિ લાંછિત તો ન બની જાય ને! નાની ચિનગારી ક્‍યારે દાવાનળમાં ફેરવાઇ જાય તેનું નક્કી નહીં.
એક શ્વાસે બોલાયેલાં તે ભારતીય સન્નારીના થોડાં શબ્‍દોમાં કુલપતિ ઘણું બધું સમજી ગયા. એક અબુધ જેવી દેખાતી વૃદ્ધાને વિદ્યાલયની કેટલી ચિંતા થાય છે? તે માટે કેવો ગર્વ અનુભવે છે? એ વિચારમાં કુલપતિ નતમસ્‍તક બની ગયાં. જે શિક્ષણને ખરેખર પ્રાધાન્‍ય આપવું જોઈએ તેની પૂર્તિ તેઓ આ વૃદ્ધ મહિલાના શબ્‍દોમાં પડઘાતી હતી.
વિખ્‍યાત પત્રકાર અને લેખક બ્રિટિશર રુડયાર્ડ કિપલિંગ દ્વારા એક વિખ્‍યાત કોલેજના પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓને સંબોધાયેલાં આ શબ્‍દો વાંચો, ‘If you are lucky you will have one or two men to guide and to sift knowledge that you get in college is nothing compared to it.’ જો તમે ભાગ્‍યશાળી હશો તો તમને એક-બે વ્‍યક્‍તિ એવી મળશે કે જેઓનું જ્ઞાન તમે કોલેજમાં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેનાથી અનેકઘણું ચડિયાતું હશે! જે જ્ઞાન વિશ્વવિદ્યાલયમાં પણ ન મળે તે કોઈ વિરલ સંયોગથી પ્રાપ્ત થાય છે.
અનેકવિધ વિષયોમાં પારંગત એ તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં ‘ચારિત્ર્યરક્ષણ’નો એક પ્રછન્ન નવો વિષય ઉમેરી તે કુલપતિએ ધન્‍યતા અનુભવી.
આ પ્રસંગ ખૂબ સામાન્‍ય લાગે, પરંતુ આપણી વર્તમાન શૈક્ષણિક પદ્ધતિને નૂતન પરિપાટીમાં ખેંચી શકે તેવી તેમાં પ્રચંડ શક્‍તિ રહેલી છે. પ્રમુખસ્‍વામી મહારાજ ઘણી વખત કહેતાં, ‘લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છે.’ ચલાવનારનું ઠેકાણું ન હોય તો સારી કારનું મહત્ત્વ શું?
શું આજનો શૈક્ષણિક વિભાગ વિદ્યાલયોની ગરિમાને નેવે મૂકી બેફામ રીતે વર્તતા વિદ્યાર્થીઓ માટે ‘ચારિત્ર્યરક્ષણ’ માટે વિચારશે ખરા? શિક્ષક સમુદાય પણ પોતાના ચારિત્ર્યની તકેદારી રાખશે ખરાં? દરેક શાળા કે કોલેજમાં એક ‘સંસ્‍કાર પિરિયડ’ના આયોજન માટે શિક્ષણવિદો અને સંચાલકોએ વિચારવા જેવું ખરું. સુજ્ઞેષુ કિં બહુના? બુદ્ધશાળીઓને વધુ શું કહેવું?

Related posts

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

176-ગણદેવી વિધાનસભા બેઠક પર કોંગ્રેસની પાણીખડક ખાતે યોજાયેલી જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદની

vartmanpravah

Leave a Comment