October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

અગ્રણી સચિનભાઈ માછી અને એમના મિત્રોએ પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારની કરેલી યજમાનગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.08: હાલમાં મુંબઈ ખાતે સ્‍થાયી થયેલા અને સફળતાનું શિખર સર કરનાર તેમજ રાજકીય વગ ધરાવનાર શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમનો પરિવાર આજરોજ એમની જન્‍મભૂમિ ઉમરગામની મુલાકાતે આવ્‍યા હતા. શ્રી પ્રશાંતભાઈ કારૂલકરના આગમનની જાણકારી ઉમરગામના અગ્રણી તેમજ મિત્ર વર્તુળોમાં પ્રાપ્ત થતા ઉમરગામ પથકમાં ઉત્‍સાહ ભર્યું વાતાવરણ સર્જાવા પામ્‍યું હતું. શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારનું અગ્રણીઓ, સામાજિક સંગઠનો તેમજ ઉદ્યોગપતિઓ અને ડેવલપ ક્ષેત્રે જોડાયેલા રોકાણકારોએ ઉમેળકાભેર સ્‍વાગત કરી મુલાકાતનો આનંદ મેળવ્‍યો હતો.
શ્રી પ્રશાંતભાઈ કારૂલકર અને એમના પરિવારની ઉમરગામના અગ્રણી અને માછી સમાજના આગેવાન શ્રી સચિનભાઈ માછીએ મહેમાનગતિ કરવાની તક ઝડપી હતી. બપોરના સમયે શ્રી પ્રશાંતભાઈ કારૂલકર એમના વિશાળ કાફલા સાથે શ્રી સચિનભાઈ માછીના નિવાસ્‍થાને આવી પહોંચ્‍યા હતા જ્‍યાં ઉમરગામના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓએ મુલાકાત કરી હતી. આ પ્રસંગેશ્રી પ્રશાંતભાઈ કારૂલકરે આવનારા દિવસમાં ઉમરગામ તાલુકામાં અનેક મોટા વિકાસના પ્રોજેક્‍ટ આવી રહ્યા હોવાના સંકેત આપ્‍યા હતા. એમણે શ્રી સચિનભાઈ માછીની વિકાસશીલ વિચારધારાની પ્રશંસા કરી હતી.
અત્રે નોંધનીય છે કે શ્રી પ્રશાંતભાઈ કારૂલકરને ભારતીય નૌકાદળના વાઈસ એડમીરલ દ્વારા સર્વોચ્‍ચ નાગરિક પ્રશસ્‍તિ પત્રથી પણ સન્‍માનિત કરવામાં આવેલા છે. આ ઉપરાંત બિઝનેસ ટાઈકુન રતન ટાટા દ્વારા એબીસીઆઈ એવોર્ડ પ્રસ્‍તુત કરવા માટે મુખ્‍ય અતિથિ તરીકેનું સ્‍થાન આપવામાં આવ્‍યું હતું. સરકારમાં કેન્‍દ્રીય પ્રધાનો જોડે પણ નજીકથી સંકળાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

‘વિશ્વ મહિલા દિવસ’ નિમિત્તે નેહરુ યુવા કેન્‍દ્ર, દમણ દ્વારા ફૂટબોલ ગ્રાઉન્‍ડમાં રમત-ગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

વલસાડ હાઈવે કબીરપથ મંદિર પાસે સોનવાડામાં અચાનક કાર સળગી ઉઠી : એક ભુંજાઈ ગયો

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

દાનહઃ ફરી એક વખત રખોલી દમણગંગા નદીના પુલ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

vartmanpravah

વલસાડ જિલ્લા ટેબલ ટેનિસની સ્‍પર્ધામાં જ્ઞાનધામ સ્‍કૂલનો વિદ્યાર્થી પ્રથમ વિજેતા બન્‍યો

vartmanpravah

Leave a Comment