Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બાર એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે દમણ કોર્ટમાં ‘વિશ્વ ન્‍યાય દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને બારએસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે આજે દમણ કોર્ટમાં વિશ્વ ન્‍યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બાર એસોસિએશનના સભ્‍યોએ ઘરે ઘરે જઈને લોકોને જાગૃતિ માટે પેમ્‍ફલેટનું વિતરણ કર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ કોર્ટ પરિસરમાં સભ્‍ય સહ-સચિવ અને સિવિલ જજ સિનિયર ડિવિઝન અને ચીફ જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટ શ્રી પવન એચ. બંસોડ, રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણની અધ્‍યક્ષતામાં વિશ્વ ન્‍યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમય દરમિયાન, બાર એસોસિએશનના સભ્‍યો અને કોર્ટના સ્‍ટાફને જણાવવામાં આવ્‍યું હતું કે, પીડિતોના અધિકારોને પ્રોત્‍સાહન આપવા અને શાંતિ વિરુદ્ધના ગુનાઓને રોકવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે 17 જુલાઈના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. વિશ્વમાં સુરક્ષા અને સુખાકારી માટે ન્‍યાય દિવસ ઉજવવામાં આવે છે.
17 જુલાઈના રોજ આ દિવસ મનાવવા પાછળનું કારણ એ છે કે આ દિવસે 1988માં સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાની રોમ કોન્‍ફરન્‍સમાં રોમ કાનૂન અપનાવવામાં આવ્‍યો હતો. આ સંધિ દ્વારા ઇન્‍ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ત્‍ઘ્‍ઘ્‍ની સ્‍થાપના કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ બાદ દમણ બાર એસોસિએશનના સભ્‍યો અને એડવોકેટોએ વિશ્વ ન્‍યાય દિવસ વિશેઘરે-ઘરે અને દુકાનો અને સંસ્‍થાઓમાં પેમ્‍ફલેટનું વિતરણ કરીને લોકોને જાગૃત કર્યા હતા.

Related posts

દીવના ગાંધીપરામાં ઈકો કારે પલ્‍ટી મારી ઓટોરિક્ષામાં અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્‍માતમાં એક બાળકનું હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

પારડી પ્રિન્‍સેસ પાર્ક ખાતે હર્ષોલ્લાસ અને ઉમંગથી જન્‍માષ્ટમીની ઉજવણી

vartmanpravah

નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ડામર પેચ વર્કની કામગીરી

vartmanpravah

દરેક વ્‍યક્‍તિ શુદ્ર તરીકે જ જન્‍મે છે પરંતુ સંસ્‍કારથી જ તે બ્રાહ્મણ કહેવાય છે

vartmanpravah

Leave a Comment