April 26, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

જી.આઈ.ડી.સી. પોલીસ સેલવાસના કિશનલાલ છગન ગુર્જર અને નારયણ પ્રભુ ગુર્જરને ટ્રાન્‍સફર વોરન્‍ટથી વાપી લવાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
થોડા દિવસ પહેલાં વાપી ગુંજનમાં આવેલ કલા મંદિર જ્‍વેલર્સમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે ઠગ નકલી સોનાના બિસ્‍કીટ પધરાવી 1.98 લાખના ઘરેણાં ખરીદી પલાયન થઈ જનારા સુરત પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.
વાપી ગુંજન કલા મંદિર જ્‍વેલર્સમાં સોનાના 4 નકલી અને એક અસલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદી છુ થઈ જનારા બે ઠગ સુરત પોલીસના હાથે ગત તા.23 નવેમ્‍બરે ઝડપાઈ ગયા હતા. સેલવાસ સામરપાડા પ્રમુખ નક્ષત્ર સોસાયટીમાં રહેતા કિશન છગન ગુર્જર અને નારણ પ્રભુજી ગુર્જર મૂળ રહે.રાજસ્‍થાન બન્ને આરોપી વાપી, સુરત અને કોસંબામાં એક જ મોડસ ઓપરેન્‍ડીટીથી જ્‍વેલર્સોને ઠગતા હતા પરંતુ તેમનો પાપનો ઘડો ઉભરાઈ જતા સુરત પોલીસના હાથે બન્ને આરોપી ઝડપાઈ ગયા હતા.
ગતરોજ ટ્રાન્‍સફર વોરન્‍ટથી જી.આઈ.ડી.સી. પોલીસ આરોપીઓને વાપી લાવી રિમાન્‍ડનીતજવીજ હાથ ધરી છે. રિમાન્‍ડ દરમિયાન વધુ કયાં કયાં કરી છે તે તપાસમાં બહાર આવશે.

Related posts

મરાઠી બ્રાહ્મણ સભા સેલવાસ દ્વારા ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની અપાયેલી તાલીમ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

તે સમયે દાનહના સત્તાધારી રાજકારણીઓએ થોડી શાણપણ વાપરી ખેડૂત માલિકોની ઉદ્યોગોમાં ભાગીદારી સુનિશ્ચિત કરી હોત તો આજે આદિવાસીઓની હાલતમાં જમીન-આસમાનનું અંતર આવ્‍યું હોત..!

vartmanpravah

Leave a Comment