September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

છરવાડામાં રહેતો અંકુર પટેલ કામથી બુલેટ લઈ ઘરે પરત ફરી રહ્યો હતો ત્‍યારે અકસ્‍માત સર્જાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર સોમવારે સાંજે બુલેટ રસ્‍તા વચ્‍ચે આવી ગયેલ ગાય સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ગાયનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. જ્‍યારે બુલેટ ચાલક યુવાન ઘાયલ થતા સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.
વલસાડ લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર ગતરોજ સાંજે છરવાડામાં રહેતો અંકુર પટેલ તેની બુલેટ નં.જીજે 15 બીએચ 4356 લઈને રાબેતા મુજબ કામ પરથી ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન રસ્‍તા ઉપર અચાનક ગાય દોડી આવતા બુલેટ ગાય સાથે ભટકાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ગાયનું ઘટના સ્‍થળે મોત થયું હતું. અકસ્‍માત બાદ એકઠા થયેલ લોકોએ 1962 કરુણ એમ્‍બ્‍યુલન્‍સને જાણ કરતા એમ્‍બ્‍યુલન્‍સ ઘટના સ્‍થળે આવી ગાયને તપાસી મૃત જાહેર કરી હતી. ઘાયલ નિકુંજ પટેલને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. લોકોએ જે.સી.બી. બોલાવી ગાયને ઉંચકીને દફનવિધી આટોપી હતી.

Related posts

વાપી બગવાડા, નવસારી કામરેજ સુરતના હાઈવે ટોલ ટેક્ષમાં 40 ટકા કમરતોડ વધારો કરાયો : 25 નવેમ્‍બરથી અમલ શરૂ થયો

vartmanpravah

ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022 : મધ્‍યપ્રદેશમાં ભાગ લેવા વાઈલ્‍ડ કાર્ડ એન્‍ટ્રી નામાંકન માટે જિલ્લા સ્‍તરીય પસંદગીનું કરાયેલું આયોજન

vartmanpravah

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, દીવના સ્‍વયંસેવકો દ્વારા દીવ કોલેજમાં ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અને સંવિધાન દિવસ અંતર્ગત રંગોળી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

ચીખલીના ખૂંધ ગામે આદર્શ નિવાસી શાળામાં 40 જેટલી વિદ્યાર્થીનીઓ અચાનક તબિયત લથડી

vartmanpravah

Leave a Comment