ફાયર, જી.ઈ.બી., 108 જેવી અનેક એન.જી.ઓ.એ રેસ્કયૂ કરી નીચે ઉતાર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.28
કલસર ચેકપોસ્ટ પાસે આસવેલ સ્મશાન ભૂમિથી કિકરલ જતા માર્ગ ઉપર નજીકથી પસાર થતી ઈએચટી એટલે એક્સ્ટ્રા હાઈટેન્શન લાઈન જોરદાર ધડાકોનો અવાજ આવતા નજીકમાં હાજર પોલીસ દોડી ગઈ હતી અને જોતાં આ એકસ્ટ્રા હાઈટેન્શન લાઈનના ટાવર ઉપર કોઈ અજાણી વ્યક્તિ ચોંટી ગયો હતો અને ભારે વીજ કરંટને લઈ ધીરે ધીરે તેનું સમગ્ર શરીર બળીને કાળું થઈ ગયું હતું. આઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો દોડી ગયા. રેસ્કયૂ કામગીરી હાથ ધરાઈ હતી.
ઘટના સ્થળે પારડી ફાયરની ટીમ 108ની ટીમ, પારડી પોલીસ તથા જી.ઈ.બી.ની ટીમે સંયુક્ત રીતે સાથે મળી આ હાઈટેન્સન ટાવરની આજુબાજુના જંગલી ઝાડો કાપી ક્રેઇન દ્વારા મહા-મહેનતે નીચે ઉતાર્યો હતો. જોકે તેના શરીરની સાથે કપડાં પણ બળી ગયા હોય તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને તે કેમ હાઈ ટેન્સન ટાવર પર ચઢયો તે રહસ્ય જ રહેશે.