(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા માટે મહારાષ્ટ્ર પેટર્નના મોટા ચેકડેમ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકામાં ભૌગોલિક અને જળસંચયની સમસ્યાઓનું નિરાકરણ લાવવા આ પ્રોજેક્ટ અમલમાં મૂકવો જરૂરી બન્યો છે.
ચેકડેમના નિર્માણથી નદીઓ પર પાણીનું સંચય શકય બનશે, જે પાણીના સ્તરને ઉંચું લાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે. આ યોજના દ્વારા ખેતરોમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ બનશે, જેના પરિણામે ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે. ઉનાળાના પાક માટે સિંચાઈની સુવિધા મળવાથી ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવાની તક મળશે, જેનાથી તેઓની આવકમાં વધારો થશે.
જળસંચયના કારણે પીવાના પાણીનાસ્ત્રોતો પણ ફરી ભરાય છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે ઉત્તમ લાભરૂપ છે. ખેતરોમાં પાણીની સુવિધા મળવાથી પાક ઉત્પાદન વધશે, જે ખેડૂતના જીવનધોરણમાં સુધારો કરશે. સાથે જ આ યોજના દ્વારા કળષિ પ્રત્યે ખેડૂતોનો આત્મવિશ્વાસ વધશેઅને આર્થિક સ્થિતિ મજબૂત થશે.
આ ચેકડેમ પ્રોજેક્ટ અમલમાં મૂકવાથી ખેડૂતોને લાંબા ગાળાની મદદ મળશે અને તે સંપૂર્ણ જળસંચય અને ખેતી માટે સફળ સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી ટૂંક સમયમાં કપરાડા તાલુકાના ખેડૂતો માટે આ ઉપયોગી બની શકે.