Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : હવામાન ખાતાની આગાહી મુજબ શનિ અને રવિવારે દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્‍તારમાં વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્‍યો હતો. દાનહના ઊંડાણ વિસ્‍તારના ગામડાઓ એવા માંદોની, સિંદોની, બેડપા સહિતના વિવિધ ગામોના આસપાસના વિસ્‍તારમાં વરસાદ વરસતા કેરી સહિત શાકભાજીના પાકને વ્‍યાપક નુસકાન થવા પામ્‍યું હતું.
છેલ્લા એક અઠવાડીયાથી બદલાયેલાવાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાક અને શાકભાજીના પાકને મોટું મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે પ્રદેશના ખેડૂતો સહિત આમજનતામાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ફલુ જેવા રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે.

Related posts

તા.૯મી ડિસેમ્‍બરે વલસાડ તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ યોજાશે

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ કોંગ્રેસે અમેરિકા દ્વારા દેશનિકાલ કરાયેલા ભારતીય નાગરિકોના માનસિક સામાજિક અને આર્થિક પુનર્વસન માટે સરકાર દ્વારા વિશેષ સહાયક યોજનાલાગુ કરવા પ્રગટ કરેલો મત

vartmanpravah

વાપીમાં યુવકના સળગેલા મૃતદેહના અવશેષો મળ્‍યા : પુણે પોલીસ આરોપી સાથે આવી

vartmanpravah

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment