December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના સીએની ક્‍લાઈન્‍ટના 63.45 લાખ જી.એસ.ટી.ના નાણા નહી ભરી છેતરપીંડી કરતા ફરિયાદ અને ધરપકડ

સી.એ. કાંતિભાઈ કરશનભાઈ પટેલને ક્‍લાઈન્‍ટ સ્‍મિત દિનેશભાઈ પટેલએ જી.એસ.ટી.ના 63.45 લાખ ભરવા આપેલ જે નહી ભરાતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપીમાં કન્‍સ્‍ટ્રકશનનો વ્‍યવસાય કરતા વેપારીએ તેમના સી.એ.ને જી.એસ.ટી.ના નાણા ભરવા માટે બેંક ખાતાથી 63.45 લાખ જે તે સમયે સી.એ.ના ખાતામાં ટ્રાન્‍સફર કરેલા પરંતુ નાણા જી.એસ.ટી. વિભાગમાં સી.એ.એ જમા નહી કરાવેલા તેથી જી.એસ.ટી.ની વારંવાર નોટિસ વેપારી ઉપર આવતા સમગ્ર નાણા ઉચાપતનો ભાંડો ફૂટી જતા આજે વેપારીએ જી.આઈ.ડી.સી. પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સી.એ.ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્‍ડ આરોપીના મંજુર કર્યા છે.
સી.એ.એ કરેલી 63.45 લાખ રૂપિયાની કરેલી છેતરપીંડીની વિગતો ડી.વાય.એસ.પી. બી.એન. જોષીએ પત્રકાર પરિષદમાં આપી હતી તે મુજબ મૂળ ચીખલી સમરોલીમાં રહેતાસ્‍મિત દિનેશભાઈ પટેલ વાપીમાં શ્રધ્‍ધા કન્‍ટ્રકશન નામની પેઢી ચલાવી રહ્યા છે. તેમની ઓફીસ 104 પંચવટી કોમ્‍પલેક્ષ સર્વોત્તમ હોટલમાં આવેલી છે. તેમના વ્‍યવસ્‍થાપન માટે સી.એ. કાંતિભાઈ કરશનભાઈ પટેલને કન્‍સ્‍ટીંગની જવાબદારી આપી હતી. સી.એ. કાંતિભાઈ પટેલ 205 જલારામ એપાર્ટમેન્‍ટ જમનાનગર જલારામ મંદિર પાસે રહે છે અને ચાર રસ્‍તા 104 પટેલ ચેમ્‍બર્સ ઈન્‍ડિયન બેંક વાપી ખાતે સી.એ.ની ઓફીસ ચલાવે છે. કોન્‍ટ્રાક્‍ટર સ્‍મિત પટેલ 2019માં તેમણે જી.એસ.ટી. નં.14 ઈડબલ્‍યુબીપીપી 5685 કે3ઝેડવાય લીધેલો હતો. ત્‍યારથી એકાઉન્‍ટ અને જી.એસ.ટી.ની કામગીરી સી.એ. કાંતિભાઈ પટેલ કન્‍સલ્‍ટીંગ કરી રહ્યા હતા જ્‍યારે જી.એસ.ટી. ભરવા બિલ્‍ડર સ્‍મિત પટેલએ જે તે ટાઈમે તેમના બેંક એકાઉન્‍ટની સી.એ.ના બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર ઓનલાઈન કરતા રહેલા પરંતુ સી.એ. કાંતિભાઈ પટેલ જી.એસ.ટી.ના નાણા ભરપાઈ નહોતા કરતા હતા તેથી જી.એસ.ટી.ની નોટિસ આવી હતી ત્‍યારે સી.એ.એ સોલ્‍વ કરવા જણાવી દીધેલ. ફરી નોટીસ આપીને જી.એસ.ટી. કચેરીએ હાજર રહેવાનું સ્‍મિત પટેલને જણાવાયું ત્‍યારે રૂબરૂ જતા કચેરીએ જણાવેલ કે તમારો રૂા.63.45 લાખનો જી.એસ.ટી. ભરપાઈ થયેલ નથી ત્‍યારે જ બિલ્‍ડર સ્‍મિત પટેલને ખ્‍યાલ આવ્‍યો કે તેમની સાથે સી.એ.એ મોટી છેતરપીંડી કરી છે.તેથી સી.એ. કાંતિભાઈ કરસનભાઈ પટેલ વિરૂધ્‍ધ પોલીસમાં ફરિયાદ કરતા જી.આઈ.ડી.સી. પોલીસે ધરપકડ કરી હતી. અને કોર્ટમાં આરોપીને રજૂ કરાયેલ કોર્ટે સી.એ.ને ત્રણ દિવસના રિમાન્‍ડ ઉપર મોકલી આપેલ છે. આ ભાંડો ફૂટયાની જાહેરાત માર્કેટમાં થશે તો અન્‍ય વેપારી પણ સંભવતઃ આગળ આવી શકે તેવી શક્‍યતા છે. તો મોટું આર્થિક કૌભાંડ નિકળે તો નવાઈ નહીં લાગે.

Related posts

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતરશાળા એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના વાડઘા ગામે રસ્‍તા પર નાળા કોઝવેના કારણે ગામના લોકોને ઘણી સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહ્યો છે

vartmanpravah

કપરાડા તાલુકા પંચાયત કચેરીમાં ધોળે દિવસે ચોરી

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

Leave a Comment