January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.29: ચીખલીના રાનવેરીકલ્લા ગામના ચંદુભાઈ દેવજીભાઈ પટેલના નાના દીકરા પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ જેવો સુરત ખાતે નવયુગ સાયન્‍સ કોલેજમાં અધ્‍યાપક તરીકે ફરજ બજાવતા હતા.
અને એમના પરિવારમાં પત્‍ની તૃપ્તિબેન પ્રવિણભાઈ પટેલ અને બે દીકરી પ્રાપ્તિ અને કળત્તિ એમ બન્ને દીકરીઓ જ છે.
પ્રકળતિ વિલીન પ્રવિણભાઈ ચંદુભાઈ પટેલ તેઓ નવયુગ સાયન્‍સ કોલેજમાં સુરત ખાતે અધ્‍યાપક તરીકે ફરજ બજાવતા હતા, છતાં પરિવાર સાથે એકદમ સાદગીભર્યું જીવન જીવતા હતા અને પ્રકળતિ વિલીન પ્રવિણભાઈ પ્રકળતિ પ્રેમી હતા તેઓ પોતાના ગામમાં અને જંગલ વિસ્‍તાર જેવા કે વાંસદા, વઘઈ અને આહવા અને બીજા રાજ્‍યમાં પણ જઈ અનેક પક્ષીઓના ફોટોગ્રાફી કરતા હતા અને વાંસ અને લાકડાઓમાંથી વેસ્‍ટમાંથી બેસ્‍ટ કોતરણી કરીને પક્ષી, પ્રાણી બનાવવાનો ખુબ શોખીન હતા.
પ્રકળતિ વિલીન પ્રવીણભાઈ શારીરિક બીમારીથી થોડા સમયથી બીમાર હતા અને સુરત ખાતે સારવાર ચાલી રહી હતી અને આજરોજ તેઓ ટૂંકી માંદગીબાદ પ્રકળતિવિલીન થયા. પ્રકળતિ વિલીન પ્રવિણભાઈના કુટુંબીજનો, ગામજનો, મિત્રમંડળ, અધ્‍યાપક સ્‍ટાફએ પરિવાર પર આવી પડેલ દુઃખમાં ભાગીદારબની પ્રકળતિને પ્રાર્થના કરી કે પ્રકળતિ વિલીન પ્રવિણભાઈના આત્‍માને પ્રકળતિ એમના ખોળામાં સમાવી લે.
પરિવારમાં બંને દિકરીઓ જ છે જેથી પિતાની છત્રછાયા ગુમાવનાર બંને દીકરી પ્રાપ્તિ અને કળત્તિ એ પ્રકળતિ વિલીન પિતાના દેહને આગ આપી હતી.
જેથી આદિવાસી સમાજમાં એક પૂરવાર સાબિતી થાય છે કે દીકરા દીકરી એક સમાન.

Related posts

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah

આજે દમણ જિલ્લાની શાળાઓમાં પ્રિ-પ્રાઈમરી અને પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્‍સવ યોજાશે

vartmanpravah

દાનહ જિલ્લા ન્‍યાયાલયનો ચુકાદો ખાનવેલના રુદાના ગામના બળાત્‍કારના આરોપીને 12વર્ષની કેદ અને રૂા.15 હજારનો દંડ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

દમણ ન.પા.એ શહેરને પ્‍લાસ્‍ટિક અને ગાર્બેજ મુક્‍ત કરવા શરૂ કરેલું અભિયાન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા અંગદાન અંગે શરૂ કરાયેલ સફળ જાગૃતિ ઝુંબેશ

vartmanpravah

Leave a Comment