January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડ પંચાયતે રસ્‍તાની કામગીરી માટે પસાર કરેલો ઠરાવ સામે તપાસની આવશ્‍યકતા

ખાનગી જમીન માલિક પ્રદીપ ગુદરાસિયાના ફાયદા માટે ખતલવાડ પંચાયતે ઠરાવ નંબર 6(5) તારીખ 13/6/2019 સર્વનું મતે પસાર કરેલા ઠરાવમાં રસ્‍તાની જમીનની પહોળાઈ અને લંબાઈ વધારવા માટે આપેલી મંજૂરી સત્તાની ઉપરવટ હોવાની શકયતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25: ઉમરગામ તાલુકાની ખતલવાડ પંચાયત દ્વારા ખાનગી જમીન માલિકને ફાયદો કરાવવા માટે સવર્કનુમતે પસાર કરવામાં આવેલો ઠરાવ નંબર 6(5) તારીખ 13/6/2019 સામે ગ્રામજનોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.ખાનગી જમીનને એનએ ની પ્રક્રિયા માટે 15 મીટર પહોળો અને 310 મીટર લંબાઈ ધરાવતા રસ્‍તાની આવશ્‍યકતા પડતા જમીન માલિક પ્રદીપભાઈ ગુદરાસિયાએ પંચાયત પાસે રસ્‍તા ઉપર કામગીરી માટે પરવાનગી માંગી હતી અને પંચાયતે આ અરજીના અનુસંધાનમાં સર્વાનુમત્તે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો હતો.
અત્રે નોંધનીય છે કે, ખતલવાડ વંકાસ મુખ્‍ય રસ્‍તાથી આ ખાનગી જમીન સુધી પહોંચવા માટે સરકારી જમીન તેમજ દેડક તળાવની અને વધુ એક અન્‍ય ખાનગી માલિકની જમીનનો સમાવેશ થાય છે. જે માર્ગ માટે પંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્‍યો છે અહીં પગદંડી માર્ગ છે અને જે માર્ગ પંચાયતના ચોપડે નોંધાયેલ છે કે કેમ એ પણ એક તપાસનો વિષય છે. આ ઉપરાંત આ માર્ગ સરકારી જમીન અને તળાવની પાડ ઉપરથી પસાર થાય છે તેમજ અન્‍ય એક ખાનગી માલિકીની જમીન આવેલી છે. આ સમગ્ર પ્રકરણ સત્તાની ઉપરવટ હોવાનું આંકલન કરવામાં આવી રહ્યું છે. જેની ઝીણવટપૂર્વક તપાસની આવશ્‍યકતા જણાઈ રહી છે.
—-

Related posts

વલસાડ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે જગ્‍યાએલી નીકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

ચોમેર પ્રતિભાનો પરચો બતાવનાર વાપીની વિશિષ્‍ઠ વ્‍યક્‍તિઓને આલેખતું મેગેઝીન ધ સિટી કાર્નિવલનો વિમોચન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને ઉજવવા માટે થનગની રહેલો સમસ્‍ત સંઘપ્રદેશ

vartmanpravah

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડાના ઓઝર અને કાકડકોપર ગામમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા આવી પહોંચી

vartmanpravah

Leave a Comment