December 2, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીના પૂર્વ નગરસેવિકા સ્‍વ.મંજુબેન દાયમાની 15 મી પુણ્‍યતિથિએ મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા યોજાયેલરક્‍તદાન કેમ્‍પમાં 425 યુનિટ સર્વોચ્‍ચ રક્‍તદાન થયું : જિલ્લા અને રાજસ્‍થાનના મહાનુભાવો હાજર રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા શનિવારે રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ખાતે મેગા રક્‍તદાન કેમ્‍પ યોજાયો હતો. પૂર્વ નગરસેવિકા અને સમાજ સેવિકા જીવન કવન અર્પણ કરનાર સ્‍વ.મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ યોજાયેલ રક્‍તદાન કેમ્‍પમાં 425 યુનિટ જેટલુ સર્વોચ્‍ચ રક્‍તદાન થયું હતું.
છેલ્લા 15 વર્ષથી રાજસ્‍થાન પ્રગતિ મંડળ સાથે બી.કે. દાયમા પરિવાર સ્‍વ.મંજુબેન દાયમાની પુણ્‍યતિથિએ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરે છે. સ્‍વ.મંજુબેન દાયમા સેવાકીય પ્રવૃત્તિથી જોડાયેલા રહેલા, તેમની મહેચ્‍છા હતી કે શિક્ષણ અને રક્‍તદાન ક્ષેત્રે લોકોને જાગૃત કરવા. તેથી શિક્ષણ ક્ષેત્રે આજે પણ છરવાડામાં સંસ્‍કાર વિદ્યાપીઠ કાર્યરત છે. તેમના અધુરા કાર્યો પરિવાર પાર પાડી રહ્યો છે. કેમ્‍પમાં રાજસ્‍થાનથી પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ મુકેશભાઈ દધિચીએ શિબિરનું ઉદ્દઘાટન કર્યું હતું. રાજદ જિલ્લા પ્રમુખ માધવ ચૌધરી અખિલ ભારતીય વૈશ્‍ય મહાસંગઠન મહામંત્રી વિશ્વનાથ પચેરીયા, વી.આઈ.એ. પ્રમુખ કમલેશભાઈ પટેલ, ભાજપ પ્રમુખ સતિષ પટેલ, રાજસ્‍થાન પ્રગતિ મંડળના નવા ચૂંટાયેલા પ્રમુખ રાજેશ દુગ્‍ગડ, પૂર્વ પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સહિતનામહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. વાપી રોટરી, લાયન્‍સ બ્‍લડ બેન્‍ક અને રેડક્રોસ સોસાયટી સેલવાસના સહયોગથી રક્‍તદાન કેમ્‍પ સફળ રહ્યો હતો.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં 75માં ગણતંત્ર દિવસની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વિશ્વ પ્રવાસી સામજિક અને સાંસ્‍કળતિક સંઘ (આંતરરાષ્‍ટ્રીય સંસ્‍થા) દ્વારા વાપી ખાતે ભવ્‍ય શોભાયાત્રા નિકળી

vartmanpravah

ચીખલીમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનની બેઠક યોજાઈ

vartmanpravah

શ્રાવણીયો જુગાર – નાનાપોંઢા પોલીસે અરણાઈ અને નલીમધનીથી જુગાર રમતા 12ને ઝડપ્‍યા

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah

ધરમપુર રાજપુરી જંગલ ગામે ઘાટ ઉતરતા મજુરો ભરેલ છકડો રિક્ષા પલટી મારી ગઈ : બે ના મોત

vartmanpravah

Leave a Comment