Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

પ્રધામંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દીર્ઘદૃષ્‍ટિ ભરેલા આયોજનના કારણે દમણની મરવડ ગ્રા.પં.ના દેવકા ગામે પ્રવાસન ક્ષેત્રેઆભને આંબતી કરેલી પ્રગતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27 : ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ-2023′ અંતર્ગત દેશના 27 રાજ્‍યો/ કેન્‍દ્ર શાસિત પ્રદેશો પાસેથી પ્રાપ્ત 795 આવેદનોમાંથી કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દેવકા ગામને કાંસ્‍ય પદક માટે પસંદગી કરાતા સમગ્ર પ્રદેશમાં આનંદની લાગણી સાથે ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે પણ દમણનો દમ દેખાયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં આયોજીત ‘ગ્‍લોબલ લોન્‍ચ ઓફ ટ્રાવેલ્‍સ ફોર લાઈફ પ્રોગ્રામ’ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં મરવડ ગ્રામ પંચાયતના સભ્‍ય શ્રીમતી રાગિનીબેન સતિષભાઈ પટેલ અને આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે કાંસ્‍ય એવોર્ડનો સ્‍વીકાર કર્યો હતો.
આ કાર્યક્રમમાં મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલ અને પરિયારી ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી શિવાંગ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, પ્રધામંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને દીર્ઘદૃષ્‍ટિ ભરેલા આયોજનના કારણે દમણની મરવડ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ દેવકા ગામે પ્રવાસન ક્ષેત્રે આભને આંબતીપ્રગતિ કરી છે.
સર્વશ્રેષ્‍ઠ પ્રવાસન ગામ સ્‍પર્ધાનો મુખ્‍ય ઉદ્દેશ એવા ગામોને સન્‍માનિત કરવાનો છે જે ગ્રામ્‍ય પ્રવાસન સ્‍થળનું સૌથી સારૂં ઉદાહરણ પ્રસ્‍તુત કરતું હોય. જે ભારતના ગામોની પ્રસિદ્ધ સાંસ્‍કૃતિક અને સંપત્તિઓને પ્રદર્શિત કરવાની સાથે સમુદાય આધારિત મૂલ્‍યો, વસ્‍તુઓ અને જીવનશૈલીનું પણ સંરક્ષણ અને તેને ઉત્તેજન આપવાનો છે.
આજે દિલ્‍હી ખાતે આયોજીત કાર્યક્રમમાં ભારત સરકારના પ્રવાસન મંત્રાલય, વન મંત્રાલય અને યુનાઈટેડ વર્લ્‍ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશનની સાથે મળી વૈશ્વિક સ્‍તરે ટ્રાવેલ ઓફ લાઈફનું પ્રમોશન પણ કરવામાં આવ્‍યું હતું. રાષ્‍ટ્રીય પુરસ્‍કાર પ્રાપ્ત ગામોને ભારત સરકારના વિવિધ પોર્ટલ હેન્‍ડલ વેબસાઈટ ઉપર પણ પ્રદર્શિત કરાશે. આ કાર્યક્રમમાં આવતા વર્ષે ‘બેસ્‍ટ રૂરલ હોમસ્‍ટે સ્‍પર્ધા’ના આયોજનની પણ ઔપચારિક ઘોષણા કરવામાં આવી હતી.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા સિંદોની પંચાયત ખાતે શિબિર યોજાશે

vartmanpravah

દારૂની હેરાફેરી અંગે સુરત પલસાણાનો પોલીસ કોન્‍સ્‍ટેબલ બુટલેગર બન્‍યો

vartmanpravah

ઉમરગામમાં 6 રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલાયા 

vartmanpravah

Leave a Comment